Gyan Sahayak: ગુજરાત સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજના માટે ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર આવારિત ભરતીમાં કરેલા ઠરાવ સામે વિરોધ ઉઠ્યો છે. ટેટ (TET) અને ટાટ (TAT) ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાય (Gyan Sahayak) યોજનાનો હાલ વિરોધ કરી રહ્યા છે.
તેઓની માંગ એ છેકે જ્ઞાન સાચક યોજનાને રદ્દ કરીને કાચમી શિક્ષકોની ભરતી કરવામાં આવવી જોઈએ આ વચ્ચે જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની મુદ્દતને લંબાવવામાં આવી રહી છે, જે મુજબ હવે પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા 16 સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકાશે.
હવે 17મી સુધી ફોર્મ ભરી શકાશે
પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારો 16 સપ્ટેમ્બર સુધી તેઓ ફોર્મ ભરી શકશે. પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક બનવા માટે સોમવારે એટલે કે તારીખ 11સપ્ટેમ્બરએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ પ્રાથમિકમાં ફોર્મ ભરવા માટેની મુદ્દતમાં થોડો નારો કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળા માટે સોમવાર સુધીમાં 18,598 ફોર્મ ભરાયા છે. શિક્ષણ વિભાગ 98 ટકા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
માધ્યમિક વિભાગમાં 19050 ભરાયા ફોર્મ
રાજ્યના શિક્ષણ વિભાગ મુજબ 11 મહિનાના કરાર આપારિત જ્ઞાન સહાયકોની નિમણુક કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે 28 ઓગસ્ટથી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 4 ટાપ્ટેમ્બરે ફોર્મ ભરવાની મુદ્દા પૂર્ણ થયા પછી તેની મુદ્દા 11 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી. સોમવારે માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા પછી જ્ઞાન સહાયક બનવા માટે 19050 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
પ્રા.વિભાગમાં સોમવાર સુધી 18598 ફોર્મ ભરાયા
ત્યારપછી પ્રાથમિક વિભાગમાં 2 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના ફારૂ થયા હતા, હોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 સપ્ટેમ્બર એટલે કે સોમવારે હતી, જોકે, મુદ્દત પૂર્ણ થવાના છેલ્લા દિવસે એટલે કે ગઇકાલૈ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે પ્રાથમિક વિભાગમાં 16 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાં સોમવાર સુધીમાં 18598 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા છે.
Gyan Sahayak (Primary) Bharti 2023 – Apply Online
Call Letters
Latest Results
Question Papers/Answer key