GPSSB Junior Clerk Answer key Objection Form

આ પણ વાંચો : 💥

GPSSB Junior Clerk Answer key Objection Form, Check below for more details.

gpssb
gpssb

ઓબ્જેક્શન-સજેશન સબમીશન સીસ્ટમના ઉપયોગ અંગે સૂચના

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. સદર સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રની “પ્રોવીઝનલ આન્સર કી ” મંડળની વેબસાઇટ ઉપર તા ૧૧-૦૪-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ઉપરોકત પ્રોવીઝનલ આન્સર કી સામે જે ઉમેદવારને વાંધા-સૂચન રજુ કરવા હોય તેવા ઉમેદવારો પ્રોવીઝનલ આન્સર કી સામેના પોતાના વાંધા-સૂચન(ઓબ્જેકશન-સજેશન) તા:૧૫/૪/૨૦૨૩ સાંજે ૧૭-૦૦ કલાકથી તા: ૧૮/૪/૨૦૨૩ સમય- ૧૭-૦૦ કલાક સુધી ઓનલાઇન સબમીટ (રજુ) કરી શકશેઆ ઓબ્જેકશન- સજેશન નીચે દર્શાવ્યા મુજબની LINK મારફતે ઓનલાઇન કરવાના રહેશે. નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ ઓબ્જેકશન- સજેશન સ્વીકારવામાં આવશે નહિ. આ સિવાયના કોઇ પણ માધ્યમથી વાંધા-સૂચનો સ્વીકારવામાં આવશે નહી.

ઓબ્જેકશન- સજેશન મોકલવા માટે અહી કલીક કરો

Notification: Click Here

ઉમેદવારો માટેની સુચનાઃ-

(૧) જે ઉમેદવાર જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)ની તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ હશે તે ઉમેદવાર જ પોતાના વાંધા સુચનો ફક્ત ઉપરની લીંકમાં દર્શાવેલ રીતે ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરી શકશે. આ સિવાયના કોઇ પણ માધ્યમથી વાંધા- સૂચનો સ્વીકારવામાં આવશે નહી.

(૨) ઓબ્જેક્શન ટ્રેકર સીસ્ટમમાં લોગ-ઈન કરવા માટે ઉમેદવારે જે સંવર્ગ માટે પરીક્ષા આપી હોય તે સીલેકટ કરી, પોતાનો બેઠક નંબર (Roll No.),કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી લોગ-ઈન કરવાનું રહેશે. (૩) લોગ-ઈન થયા બાદ ઉમેદવાર પ્રશ્નપત્ર (પ્રોવિઝનલ આન્સર કી સહીત) ડાઉનલોડ કરી શકશે. (૪) ઉમેદવાર જે પ્રશ્ન અથવા વિકલ્પ અંગે વાંધા-સૂચન રજુ કરવા માંગતા હોય તે પ્રશ્ન નંબર સીલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ સીલેક્ટ કરેલ પ્રશ્ન તથા પ્રોવિઝનલ આન્સર-કી મુજબનો જવાબ ડીસપ્લે થશે. (૫) ઉમેદવાર તેના મંતવ્ય મુજબ જે જવાબ સૂચવવા માંગતા હોય તે મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે ઉમેદવારે સૂચવેલ વિકલ્પ અંગેની રજૂઆત ગુજરાતી/હિન્દી/અંગ્રેજી ભાષામાં મહત્તમ ૧૦૦૦ અક્ષરોમાં લખવાની રહેશે.

(૬) ઉમેદવારે વાંધા-સૂચનની રજૂઆત અંગેના પ્રમાણભૂત આધાર-પુરાવા સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ પર અપલોડ કરવાની રહેશે.

(૭) આધાર-પૂરાવાની ફાઈલ ફક્ત .PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાની રહેશે. ફાઈલ 1kb થી 1.5mb sizeની જ અપલોડ કરી શકાશે.ઉમેદવાર મહત્તમ ૩ (ત્રણ) પૃષ્ઠ અપલોડ કરી શકશે તથા કુલ ૩ પૃષ્ઠ સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.

(૮) ઉમેદવારે તમામ વિગતો ચકાસી ત્યારબાદ અરજી ઓનલાઈન સબમીટ કરવાની રહેશે. તથા આધાર-પૂરાવા અપલોડ કર્યા વગરની અરજી સબમીટ થઈ શકશે નહી.

(૯) ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ પર વાંધા-સુચન submit કર્યા બાદ ઉમેદવાર તેની પ્રિન્ટ લઈ શકશે.

(૧૦) નિયત સમયમર્યાદા પુર્ણ થયા બાદ કોઇ પણ વાંધા-સૂચન સ્વીકારવામાં આવશે નહિ.

 Important Links
Provisional Answer key  Click Here
Provisional Answer key Notification  Click Here
Question Paper  Click Here
OMR Sheets  Click Here
Official Website  Click Here

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key