LRB Lokrakshak and PSI Update on 09-04-2024
ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.
- જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
- આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.
બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.
More details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key