LRB Police Bharti – Lokrakshak and PSI Update on 25-04-2024

Table of Contents

📚 READ ALSO / આ પણ વાંચો 💥
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

LRB Police Bharti – Lokrakshak and PSI Update on 25-04-2024

psi

  1. પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો……
  2. ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે (અગાઉ મૂકેલ છે તે ઉપરાંત વધારાના) અહીં કલીક કરો……

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.24/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૪ના સવાર સુધીમાં ૭,૮૧,૮૪૮ અરજીઓ થયેલ છે તે પૈકી ૬,૪૧,૫૯૧ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૭ (સાત) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.

ઉપરોકત બાબતે જો કોઇ પ્રશ્ન હોય તો વેબસાઇટ પર મૂકવામાં આવેલ પ્રશ્નો/જવાબનો અભ્યાસ કરી લેવો તેમજ વધુ જરૂર જણાય તો સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી પોલીસ ભરતી બોર્ડની હેલ્પલાઇન નંબરઃ (1) 81608 80331 (2) 81608 53877 (3) 81608 09253 તથા ટોલ ફ્રી નંબરઃ 1800 233 5500 ઉપર સંપર્ક કરી માહિતી મેળવી લેવી.

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૪ના બપોર સુધીમાં ૪,૫૯,૬૦૯ અરજીઓ થયેલ છે તે પૈકી ૩,૬૭,૦૭૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૧૫ (પંદર) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી ભોગે સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી.

પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક

લોકરક્ષક તથા પો.સ.ઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.

આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે અહીં કલીક કરો……

ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીથી સ્નાતક થતાં ઉમેદવારો માટે માર્ગદર્શન

કેટલાક ઉમેદવારો કે જેઓએ ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીનો બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ (BPP) બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસ કરેલ છે, તેવા ઉમેદવારો લોકરક્ષક / પો.સ.ઇ.માં અરજી કરી શકે કે કેમ?

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીની માર્ગદર્શન પુસ્તિકામાં સ્નાતક ૫દવી માટેના પ્રારંભિક અભ્યાસક્રમ અંગેનું સાહિત્ય વંચાણે લેતાં બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ ઘોરણ-૧ર સમકક્ષ નથી. જેથી બી.પી.પી. પાસ કરનાર ઉમેદવાર કે જેણે ઘોરણ-૧ર પાસ કરેલ ન હોય અથવા તો ઘોરણ-૧ર પાસને સમકક્ષ ગણાતો ડિપ્લોમા / આઇ.ટી.આઇ. પાસ કરેલ ન હોય તો તે લોકરક્ષકમાં અરજી કરી શકશે નહીં કારણ કે તેણે ઘોરણ-૧ર સમકક્ષ ૫રીક્ષા પાસ કરેલ નથી.

૫રંતુ જો બી.પી.પી. કર્યા બાદ ઉમેદવારે બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીમાં સ્નાતક એટલે કે બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસક્રમ કરેલ હોય તો તે ઉમેદવાર પો.સ.ઇ. માટે અરજી કરી શકશે.

આવા ઉમેદવારે ઘોરણ-૧ર સમકક્ષની માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અ૫લોડ કરવાની રહેશે તથા તેમાં દર્શાવ્યા મુજબનું નામ અરજીમાં ભરવાનું રહેશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટી અંગે ઉમેદવારો ઘ્વારા મળેલ રજૂઆતના આઘારે ચકાસણી કરી ઉ૫રોકત વિગતો મુકેલ છે. કોઇ ઉમેદવાર પાસે આ પ્રકારની અન્ય યુનિવર્સીટીની કોઇ ડિગ્રી હોય તો તેના પ્રમાણ૫ત્રો તથા યુનિવર્સીટીના અભ્યાસક્રમ સાથે ભરતી બોર્ડનો રૂબરૂ સં૫ર્ક કરવાથી તેઓને વઘુ માર્ગદર્શન આપી શકાશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીના અભ્યાસક્રમની માહિતી માટે અહીં કલીક કરો……


મેડીકલ ચકાસણી

ઉમેદવારો તરફથી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયા બાદ તબીબી પરીક્ષણને લગત નીચે જણાવ્યા મુજબના પ્રશ્નો અમારી સમક્ષ આવેલ છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય વિભાગના મેડીકલ બોર્ડને પત્ર લખવામાં આવનાર છે. જેથી નીચે જણાવેલ પ્રશ્નો સિવાય તબીબી પરીક્ષણને લગત જો કોઇ અન્ય પ્રશ્ન હોય તો દિન-૨માં જણાવવુ.

  1. જો જુનુ અસ્થીભંગ હોય અને દોડ પુરી કરી શકતા હોય તો માન્ય રહે કે કેમ?
  2. શરીરના કોઇપણ ભાગે ટેટુ કે છૂંદણા હોય તો માન્ય રહે કે કેમ?
  3. આંખના નંબર હોય તો માન્ય રહે કે કેમ? જો આંખના નંબર હોય તો કેટલા નંબર સુધી માન્ય રહેશે?
  4. દાંત તુટેલા હોય તો માન્ય રહે કે કેમ?
  5. જમણો હાથ વાપરનારની પ્રથમ આંગળી અડધી કપાઇ ગયેલ છે માન્ય રહે કે કેમ?
  6. હાથના ભાગે કે પગના ભાગે કોઇ ઓપરેશન કરાવેલ હોય તો માન્ય રહે કે કેમ?

ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના

ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.

તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.

  1. બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
  2. લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?

ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.

જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.


કેટલાક ઉમેદવારો ૫ગારઘોરણ વિશે જાણવા માગે છે, જેની વિગતો નીચે મુજબ છે.

સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગરના તા.૧૮.૧૦.૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/ ૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ માં જણાવ્‍યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાં માસિક રૂ.૪૯,૬૦૦/- તથા લોકરક્ષક સંવર્ગમાં માસિક રૂ.૨૬,૦૦૦/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં (પગાર ધોરણ નીચે દર્શાવ્યા મુજબ છે.) નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.

  1.     બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર:    ૩૯,૯૦૦ – ૧,૨૬,૬૦૦
  2.     લોકરક્ષક સંવર્ગ:                                        ૧૮,૦૦૦ – ૫૬,૯૦૦

ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

  1. 81608 80331
  2. 81608 53877
  3. 81608 09253

તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.

  1. જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
  2. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.

બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.

More details: Click Here

 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.