ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાધન માટે મહત્ત્વના સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ- GPSCએ અગાઉ ડિસેમ્બરમાં લેવાનારી 7 પરીક્ષાઓ મોકૂફ કરી હતી. હવે મળતી માહિતી મુજબ GPSCએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી આ ચાર પરીક્ષાઓ પણ મોકૂફ રાખી છે :
1. ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-1 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ)
2.નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ)
3.નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (GWRDC)
4.અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3(GMC)
GPSC દ્વારા કહેવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર ઠાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.
Notification: Click Here
For more details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key