Sardar Patel Institute of Public Administration has published SPIPA CGRS Registration Camp Details & Selection List of Entrance Exam 2023, Check below for more details.
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) દ્વારા સીજીઆરએસ પ્રવેશ પરીક્ષા ૨૦૨૨-૨૩ માટેના તાલીમ કાર્યક્રમ માટે તા.૦૫/૦૨/૨૦૨૩(રવિવાર)ના રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ.
ઉમેદવારે પ્રાપ્ત કરેલ મેરીટ, ઉમેદવારની કેટેગરી ધ્યાને લઇ, રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ સ્પીપા-અમદાવાદ ખાતે કેટેગરીવાઇઝ સીટોની વિગત દર્શાવતું પત્રક Annexure A આ સાથે સામેલ છે. આ સાથે સામેલ Annexure B મેરિટયાદીના ક્રમાનુસાર, તા.૧૭-૦૮-૨૦૨૩ અને તા.૧૮-૦૮-૨૦૨૩ (૨ દિવસ) સુધી નીચે દર્શાવેલ પત્રકની વિગતે ડોક્યુમેન્ટ વેરીફીકેશન, સેન્ટર એલોકેશન અને ડીપોઝીટ ભરવા અંગેનો રજીસ્ટ્રેશન કેમ્પ રાખવામાં આવેલ છે. જેની વિગત ધ્યાને લઈ, સંબંધિત ઉમેદવારોએ નિર્ધારિત સમય અને સ્થળે
અચૂક હાજર રહેવું.
ઉપરોક્ત ટેબલમાં દર્શાવેલ મેરિટ મુજબના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન, સેન્ટર એલોકેશન અને ડીપોઝીટ ભરવા અંગેના રજીસ્ટ્રેશન કેમ્પમાં બોલાવવા માત્રથી તેમનો પ્રવેશ માટેનો ફ્ક પ્રસ્થાપિત થતો નથી, સંબંધીત દિવસે અને સમયે ઉમેદવારોને તેમના મેરીટ નંબર, કેટેગરી અને સેન્ટર પર જગ્યાની ઉપલબ્ધતાને ધ્યાને લઇ, રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ પ્રવેશ આપવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
સંબંધિત ઉમેદવારે ઉક્ત ફકરા-૨માં જણાવ્યા મુજબ, તારીખ અને સમયે અસલ પ્રમાણપત્રો અને તેની સ્વપ્રમાણિત નકલો સહિત હાજર થવાનું રહેશે. તેમજ સ્પીપા અમદાવાદ ખાતે પ્રવેશ મળ્યેથી તાલીમ ડિપોઝીટ પેટે ૫૦૦૦/- અને લાયબ્રેરી ડિપોઝિટ પેટે ૨૦૦૦/- કુલ: ૭૦૦૦/- ડિપોઝીટ ફરજિયાત સ્પીપા અમદાવાદ ખાતે જમા કરાવવાની રહેશે. ડીપોઝીટ ભરનાર ઉમેદવારનો જ તાલીમવર્ગમાં પ્રવેશ માન્ય ગણાશે. જે તાલીમાર્થીની માસિક હાજરી ૭૫%થી ઓછી હશે તેઓની તાલીમ ડિપોઝિટ જપ્ત કરવામા આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
Registration Camp Details & Selection List of Entrance Exam 2023 – Full Notification: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key