શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/5921/G, તા.૨૯/૦૪/૨૦૨૩ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા ઠરાવથી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS)”-2023 યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
SEB TAT HS Preliminary Exam Result 2023
રાજય પરીક્ષા બોર્ડના તા:૦૧/૦૭/૨૦૨૩ ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT- HS/૨૦૨૩/૯૩૮૧-૯૪૨૩ તેમજ ત્યારબાદ થયેલ સુધારા જાહેરનામાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી 03.00 કલાક દરમિયાન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ ની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું.
ઉક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓની OMR કચેરીની વેબસાઈટ www.sebexam.org પર રોજ મુકવામાં આવેલ હતી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા:૦૯/૦૮/૨૦૨૩ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૧૩/૦૮/૨૦૨૩ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે અત્રેની કચેરીના પોર્ટલ https://teiox.com/tat/ પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.
ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કચેરીની વેબસાઈટ www.sebexam.org પર તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ મુકવામાં આવેલ હતી.
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૩.૦૦ કલાક દરમિયાન લેવાયેલ “શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ નું પરીણામ તા.૨૧/૦૮/૨૦૨૩ (સોમવાર) ના રોજ જાહેર કરવામાં આવે છે. જેમા ૩૫% એટલે કે ૭૦ કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર ને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થાય છે જેની વિગત નીચે મુજબ છે.
* અગત્યની સૂચનાઓ:
૩૫% એટલે કે ૭૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા અને મુખ્ય પરીક્ષાની હોલ ટીકીટ માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
Result: Click Here
Notification: Click Here
Official website: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key