જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની મુદતમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class-III (Group- A and Group-B) Combined Competitive Examination) માટેની જાહેરાત ૨૧૨/ ૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણાપત્રકોને ધ્યાને લઈ મંડળની તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી ઓફીસ આસિસટન્ટ, સંવર્ગની ૨૧૦ જગ્યાઓની સંખ્યામાં ૧૨ જગ્યાઓ અને જુનીયર ક્લાર્ક સંવર્ગની ૨૯૧૬
જગ્યાઓની સંખ્યામાં પુન: ૩૪૦ જગ્યાઓનું ઉમેરો કરીને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.
પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ, મંડળની જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ- A તથા ગ્રુપ- B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) ) अंतर्गत सीधी ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓની આખરી સ્થિતિ નીચે મુજબ છે.
જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ અન્વયે આ અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી, જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
મંડળની તારીખ: ૦૩.૦૧.૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત તથા તારીખ: ૨૯.૦૧.૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ સુધારા જાહેરાતની અન્ય જોગવાઈઓ યથાવત્ રહેશે.
કુલ જગ્યાઓ : ૫૫૫૪
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key