Gujarat Public Service Commission (GPSC) has published Bharti Calendar for the year 2024, Check below for more details.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને વર્ગ 1, 2, 3ની 80 કેડરની 1625 જગ્યાની ભરતીનો વાર્ષિક કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ મેડિકલ ક્ષેત્રના આસિ. પ્રોફેસર, નિયામક, આચાર્ય, લેક્ચરર સહિતની 230 જગ્યાની ભરતી જૂનમાં જાહેર થશે, જેની પ્રાથમિક પરીક્ષા ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. જીપીએસસીએ જાહેર કરેલા ભરતી કેલેન્ડર મુજબ સૌથી વધુ 573 જગ્યા રાજ્ય વેરાનિરીક્ષકની ભરાશે, જ્યારે ગુજરાત વહીવટી સેવામાં વર્ગ-1ની 164 જગ્યા ભરવામાં આવશે.
જીપીએસસીએ જણાવ્યું છે કે, પ્રાથમિક, મુખ્ય પરીક્ષા. રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખો જાહેર કરાઈ છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સામાં કે અન્ય અસાધારણ કિસ્સામાં જાહેરાત અથવા પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા છે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રાથમિક કસોટી ઓએમઆર આધારિત કે કમ્પ્યુટર બેઝડ રિકૂટમેન્ટ ટેસ્ટ (સીબીઆરટી) મુજબની રહેશે.
ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2ની 1625 જગ્યાઓ પર ભરતી માટેનું કેલેન્ડર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને જાહેર કરી દીધું છે. આ ઉપરાંત અલગ અલગ સંવર્ગોમાં હજુ પણ ભરતીની ક્રમશઃ જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતની ભાજપ સરકારે યુવાઓ અને બેરોજગારોને ખુશ કરવા માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે, જેથી યુવા વર્ગના ભરપૂર મતો ભાજપને મળી રહે. આ સિવાય ગુરુવારથી શરૂ થઇ રહેલા એક માસના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની સ્થાપના કરવાની ચર્ચા પણ જોરશોરથી થઇ રહી છે.
GPSC Bharti Calendar 2024 (Tentative Upcoming Advertisements of GPSC for 2024-25) as of 31.01.2024 PDF Download link: Click Here
For More Details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key