રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરેલ આસી.મેનેજર, ટેક્સ ઓફિસર અને વોર્ડ ઓફિસરની જાહેરાત રદ્દ કરવા અંગે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા-૦૨, ટેક્સ ઓફિસરની જગ્યા-૦૧ અને વોર્ડ ઓફિસરની જગ્યા-૦૨ ભરવા માટે તા.૨૬/૧૦/૨૦૨૧ નાં રોજ વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. સદરહુ જગ્યાઓનાં ભરતીનાં નિયમો અદ્યતન થયેલ હોવાથી તા.૨૬/૧૦/૨૦૨૧ નાં રોજ પ્રસિદ્ધ કરેલ આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા-૦૨, ટેક્સ ઓફિસરની જગ્યા-૦૧ અને વોર્ડ ઓફિસરની જગ્યા-૦૨ ની એકંદરે કુલ-૦૫ જગ્યાઓની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.
ઉક્ત જગ્યાઓ પર અરજી કરેલ ઉમેદવારોએ ભરપાઈ કરેલ ફી રીફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની વિગતો ભરી 02-01-2024 સુધીમાં સબમિટ કરવાની રહેશે ત્યારબાદ ફ્રી રીફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. નિયત સમયમર્યાદા બાદ ફ્રી રીફંડ અંગેની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
Call Letters
Latest Results
Question Papers/Answer key