શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ તા.૨૯/૦૪/૨૦૨૩ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા ઠરાવથી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક) “Teacher Aptitude Test (Higher secondary)TAT-(HS)”યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષક અભિરુચિ કસોટી- ઉચ્ચત્તર માધ્યમિક(TAT- Higher Secondary)ના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવેલ હતો.જે મુજબ શિક્ષક અભિરુચિ કસોટી- ઉચ્ચત્તર માધ્યમિક(TAT-Higher Secondary)પરીક્ષા દ્વિસ્તરીય પ્રકારની કરવામાં આવેલ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરના ૧૨.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ ગુજરાતી માધ્યમની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૦૧૭૨૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરીણામ રાજય પરીક્ષા બોર્ડના તા:૨૧/૦૮/૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT- HS/૨૦૨૩/૧૧૨૭૪-૧૧૩૬૨ થી જાહેર કરવામાં આવેલ હતુ અને તા:૧૩/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરના ૧૨.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ અંગ્રેજી અને હિન્દી માધ્યમની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૧૯૯ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરીણામ રાજય પરીક્ષા બોર્ડના તા:૨૯/૦૮/૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-HS/૨૦૨૩/૭૩૮૧-૭૪૬૮ થી જાહેર કરવામાં આવેલ હતુ.
SEB TAT HS Main Exam Result 2023
પ્રાથમિક કસોટીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય માધ્યમમાં કટ ઓફ માર્કસ ધરાવતા ઉમેદવારો માટે મુખ્ય કસોટીના બે પેપર માટેની વર્ણનાત્મક લેખિત કસોટી ४३८२७ તારીખ:૧૭/૦૯/૨૦૨૩ના પેપર-૧ સવારના ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક અને પેપર-૨ બપોરના ૧૫:૦૦ કલાક થી ૧૮:૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવેલ હતી. આ મુખ્ય કસોટીનું પરીણામ આજ તા.૨૮/૧૧/૨૦૨૩ના રોજ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.
ઉમેદવારો પોતાનું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર તારીખ: ૦૧/૧૨/૨૦૨૩ થી તારીખ: ૦૮/૧૨/૨૦૨૩ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.
જે ઉમેદવાર ગુણ ચકાસણીનું ફોર્મ અને ફી બન્ને ભરશે તે ઉમેદવારની જ ગુણ ચકાસણી કરવામાં આવશે. જે ઉમેદવાર ગુણ ચકાસણી માટેની ફી ભરશે નહી તે ઉમેદવારની ગુણ ચકાસણી કરવામાં આવશે નહી.
ઉમેદવાર એક જ વાર ગુણ ચકાસણી માટેનું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. એકવાર અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ તેમા કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે નહી.
ગુણ ચકાસણી માટે ઓનલાઈન ભરેલ ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી.
પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
ભરતી અને મેરીટ સંબંધિત આનુસાંગિક બાબતો ગુજરાત સરકાર,શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા.૨૯/૦૪/૨૦૨૩નાં ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/5921/G તેમજ વખતો વખતની સરકારશ્રીના ઠરાવોની જોગવાઈઓને આધિન રહેશે.
Result: Click Here
Notification: Click Here
Official website: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key