હિસાબી અધિકારી વર્ગ-૧ (જા.ક્ર. ૨૧/૨૦૨૨-૨૩) ની મુખ્ય લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે
હિસાબી અધિકારી વર્ગ-૧ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ- ૨૧/૨૦૨૨-૨૩ માટે તા. ૦૫/૦૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા. ૧૧/૦૫/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ કસોટીમાં સફળ થયેલ તમામ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા (લેખિત) માટે “Online” અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તા. ૨૫/૦૫/૨૦૨૩ ના રોજ ૧૩.૦૦ કલાક થી તા. ૦૭/૦૬/૨૦૨૩ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી “Online” અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો (તા. ૦૭/૦૬/૨૦૨૩ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં) અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકો તથા પ્રમાણપત્રો ઉકત જગ્યાઓના ભરતી નિયમો, ભરતી પરીક્ષા) નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબના લાયકી ધોરણની ચકાસણી કર્યા સિવાય ઉમેદવારોને તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષા (લેખિત)માં પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા (લેખિત) માં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈપણ પત્રવ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
નોંધ: ઉમેદવારે સૌ પ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. (ઉમેદવાર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવા પ્રયત્ન કરશે તો “Application not found” નો મેસેજ આવશે.)

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key