વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩: ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર (ERC), વડોદરા માટે ૧૧ માસના સંપૂર્ણપણે કરાર આધારિત “ડ્રાઇવર કમ ઓપરેટર”ની જગ્યા ભરવા માટેની જાહેરાત.
વડોદરા મહાનગરપાલિકામાં ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર (ERC), વડોદરા માટે “ડ્રાઇવર કમ ઓપરેટર” ની તદન હંગામી ધોરણે ૧૧ માસના સંપૂર્ણપણે કરાર આધારિત જ્ગ્યાઓ ભરવા માટે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે માત્ર રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ થી અરજીઓ મંગાવવામાં આવે છે.
✅ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી ૨૦૨૩ (OJAS)
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન (VMC) |
પોસ્ટનું નામ | ડ્રાઇવર કમ ઓપરેટર (ERC પ્રોજેકટ) |
કુલ જગ્યા | ૧૮ |
છેલ્લી તારીખ | 10/02/2022 |
અરજી મોડ | ઓનલાઇન |
પગાર | રુ ૧૭,૦૦૦ /- (માસિક ઉચ્ચક પગાર)(૨૪ કલાક હાજર) |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in |
પોસ્ટનું નામ
- ડ્રાઇવર કમ ઓપરેટર (ERC પ્રોજેકટ)
આ પણ વાંચો : 💥 ધોરણ 10 પાસ માટે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી ૨૦૨૩, અહીંથી કરો અરજી
જગ્યાઓ
- 18
શૈક્ષણિક લાયકાત
-
૧) ઉમેદવાર ધોરણ-૦૮ પાસ હોવો જોઇએ.
-
૨) ઉમેદવાર D.C.O (ડ્રાઇવર કમ ઓપરેટર)નો કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
-
૩) ધોરણ-૧૦/૧૨ પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
-
૪) સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.
અનુભવ
- ૧) ઉમેદવાર હેવી ડ્રાઇવીંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઇએ અને આ લાઇસન્સ ઇસ્યુ થયા પછીનો ડ્રાઇવર તરીકે ખાનગી/સરકારી સંસ્થામાં ઓછામો ઓછો ૦૫ (પાંચ) વર્ષનો અનુભવ ધરાવતાં હોવા જોઇએ. ૦૫ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ૨) વડોદરા ફાયર અને ઇમરજન્સી સેવામાં આ પ્રકારની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
પગાર
- રુ ૧૭,૦૦૦ /- (માસિક ઉચ્ચક પગાર)(૨૪ કલાક હાજર)
ઉમર
- ૧૮ થી ૫૦ વર્ષ સુધી
VMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?
- ઉમેદવારોએ સદરહું જાહેરાતની તમામ વિગતો જોયા પછી જ ઉકત લાયકાત તથા અનુભવ ધરાવતા તમામ ઉમેદવારોએ અરજી ફોર્મનો નમૂનો કચેરીએથી મેળવી, સંપુર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અરજી રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી “એડી. સીટી એન્જીનિયરશ્રી(ગેસ), ફાયર શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પહેલો માળ, સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (C.C.C.), બદામડી બાગ, વડોદરા-૩૯૦૦૦૧.” એ સરનામે અને તા.૧૦-૦૨-૨૦૨૩ સુધીમાં મળે તે રીતે કરવાની રહેશે. ઉમેદવારે અરજી તથા કવર ઉપર જગ્યાનું નામ તથા પી.આર.ઓ. નંબર અવશ્ય લખવો. અરજી સાથે ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા જાતિના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો અવશ્ય સામેલ રાખવી. અધૂરી વિગતોવાળી તેમજ જરૂરી પ્રમાણપત્રો રજુ કર્યા સિવાયની તથા મુદત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. અરજદારે અરજીમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. કુરીયર દ્વારા અથવા રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરિક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
આ પણ વાંચો- ✅ UPSC Civil Services (Prelim) and IFS Exam 2023, જાણો સંપૂર્ણ માહિતી
VMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વડોદરા મહાનગરપાલિકા ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતીની છેલ્લી તારીખ ૧૦ ફેબ્રુઆરી 2023 છે
વડોદરા મહાનગર પાલિકા કોર્પોરેશન (VMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key