SEB TET-2 2022 “Teacher Eligibility Test-II (TET-II) Notification” ⭐

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Secondary Education Board has published an Advertisement for the below-mentioned Examination. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for SEB Teacher Eligibility Test – II (TET-2) Examination. Keep checking Maru Gujarat regularly to get the latest updates. 

શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૧૧-૭૧૧-૬, તા:૨૭-૪-૨૦૧૧ થી ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ ૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “શિક્ષક યોગ્યતા કસોટી-II” યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-2-૨૦૨૨ (Teacher Eligibility Test-ll-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.

TET-2

SEB TET-2 Examination 2022


TET-2 Exam Details:
Examination Name:

  • Teacher Eligibility Test – II (TET-2)

TET-2 Educational Qualification

  • Please read Official Notification for Educational Qualification details.

ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮)

(અ) ગણિત/વિજ્ઞાન:

1. શૈક્ષણિક લાયકાત : બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ) અથવા

શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : બી.એડ.(એક બે વર્ષ) અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.EI.Ed) અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન (B.Sc.Ed.) અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)

(બ) ભાષાઓ :

1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજીગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ) અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪૫ % ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : બી.એડ.(એકબે વર્ષ) અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.El.Ed) અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.) અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૫૦% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત/બી.એસ.એસસી.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત એક વર્ષીય બી.એડ, (સ્પેશીયલ એજ્યુકેશન)

(ક) સામાજિક વિજ્ઞાન :

1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે) બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે) બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/ બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ) અથવા

શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : બી.એડ.(એકબે વર્ષ) અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed) અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત ચાર વર્ષીય બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન (B.A.Ed./B.Com.Ed./ B.R.S.Ed/B.S.SC.Ed) અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

કસોટીનું માળખુ:

આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based MCQs) રહેશે.

આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૭૫ પ્રશ્નો તથા વિભાગ-૨ માં ૭૫ પ્રશ્નો રહેશે.

આ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.

આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનીટનો રહેશે.

ગણિત-વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણ વિષયની કસોટી માટે વિભાગ-૨ અલગ અલગ રહેશે.

ભાષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦ ના પ્રશ્નો સંસ્કૃત ભાષા, મરાઠી ભાષા અને ઉર્દુ ભાષાના રહેશે. જે પૈકી ઉમેદવારે કોઇ એક ભાષાના ૧૫ પ્રશ્નો (પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦)ના જવાબ આપવાના રહેશે.

દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.

આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.

પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ/૧૧૧૧/૭૧૧/ક, તા:૨૭/૦૪/૨૦૧૧ માં જણાવ્યા અનુસાર રહેશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)

નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.

પરીક્ષા ફી :

SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

ફી ભરવાની પધ્ધતિ:

ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Application/Pay Fees” ઉપર ક્લીક કરવું અને વિગતો

ભરવી. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “Net Banking of fee” અથવા “Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ gseb21@gmail.com) થી સંપર્ક કરવાનો રહેશે.

TET-2 પરીક્ષા કેન્દ્ર:

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.


TET-2 Selection Process: 

  • Candidates will be selected based on TET-2 Written Exam and Merit.


TET-2 How to Apply ?: 

  • Interested Candidates may Apply Online TET-2 Through the official Website.

TET-2 Exam Notification: Click Here

TET-2 Official Website: Click Here


TET-2 Apply Online: Click Here

TET-2 Old Question Papers: Click Here

[mks_button size=”large” title=”TET-1 Notification 2022″ style=”squared” url=”https://www.marugujarat.in/2022/10/seb-tet-i-2022-teacher-eligibility-test/” target=”_blank” bg_color=”#000000″ txt_color=”#FFFFFF” icon=”fa-download” icon_type=”fa” nofollow=”0″]

TET-2 Important Dates:

  • Starting Date of Online Application: 21-10-2022
  • Last Date to Apply Online: 05-12-2022 (Extended 31-12-2022)

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) નો કાર્યક્રમ:

  • જાહેરનામું બહાર પાડવાની તારીખ:  ૧૭/૧૦/૨૦૨૨
  • વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ: ૧૮/૧૦/૨૦૨૨
  • ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો: ૨૧/૧૦/૨૦૨૨ થી ૦૫/૧૨/૨૦૨૨
  • નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો: ૨૧/૧૦/૨૦૨૨ થી ૦૬/૧૨/૨૦૨૨
  • લેટ ફી ભરવાનો સમયગાળો: ૦૭/૧૨/૨૦૨૨ થી ૧૨/૧૨/૨૦૨૨
  • પરીક્ષાનો સંભવિત માસ: ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩

TET-2 EXAM SYLLABUS 2022

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજી ગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી ગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. ૭૫ ગુણ

પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી / પરીક્ષા−II ( ધોરણ ૬ થી ૮) ( Elementary Teacher Eligibility Test –II )

પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮)માં શિક્ષક થવા ઉમેદવારે આ પરીક્ષા કસૌટી પાસ કરવાની રહેશે.

(I) આ કસૌટીમાં બે વિભાગ રહેશે. વિભાગ–૧ અને વિભાગ-૨.

(II) વિભાગ-૧ દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે.

(III) વિભાગ-૨ ત્રણ વિષય શિક્ષકો માટે જુદા જુદા રહેશે. વિભાગ–ર (ગણિત, વિજ્ઞાન)ની કસોટી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષક થવા, વિભાગ-૨ (ભાષા)ની કસોટી ભાષાના શિક્ષક થવા અને વિભાગ-૨ (સામજીક વિજ્ઞાન)ની કસોટી સામાજીક વિજ્ઞાનના શિક્ષક થવા પાસ કરવાની રહેશે.

(IV) દરેક વિભાગમાં ૭૫ – ૭૫ પ્રશ્નો રહેશે અને બંને વિભાગોનો સળંગ સમય ૧૨૦ મિનિટ રહેશે.

(V) વિભાગ – ૧ : કુલ ૭૫ પ્રશ્નો રહેશે.

(1) બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ( Child Development & Pedagogy ): ૨૫

પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૨૫ જેમાં Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data

Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.

બાળવિકાસ અને શિક્ષણાના સિધ્ધાંતોનો વિભાગ ૧૧ થી ૧૪ વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિધ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય,, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે

તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.

(2) ભાષા ( ગુજરાતી અને અંગ્રેજી) : ૨૫ પ્રશ્નો:  દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૨૫

– ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન ગુજરાતીમાં થશે. જયારે અંગ્રેજીમાં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.

(3) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી : ૨૫ પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ ૨૫

(VI) વિભાગ – ૨ : કુલ ૭૫ પ્રશ્નો રહેશે,

(1) આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબના વિષય રાખવાના રહેશે.

ગણિત અને વિજ્ઞાન અથવા

ભાષાઓ (અંગ્રેજી : ૪૦ ગુણ, ગજરાતી : ૨૦ ગુણ, હિંદી અને સંસ્કૃત:  ૧૫ ગુણ) અથવા

સામાજિક વિજ્ઞાન (ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વગેરે) (2) ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problem Solving Abilities ( સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે. વિજ્ઞાન જેવા વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન (Applied Science), રોજબરોજના અનુમવો સાથેનું વિજ્ઞાન, સ્વાનમો, અવલોકન અને નિરીક્ષણો, વગેરે ધ્યાને રાખી મૂલ્યાંકન થશે.

(3) સંકલિત ભાષાઓના પેપરમાં દરેક વિષયની ભાષાસજજતા, સંભાષણ અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન તથા ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન થશે.

(4) સામાજિક વિજ્ઞાનમાં દેશ-પ્રદેશની ભૂગોળ/ઈતિહાસ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, સામાજીક મૂલ્યો જેવી બાબાતોને આવરી લેવાશે.

(5) આમ આ કસોટી માટે ધોરણ ૬ થી ૮ નો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે. પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથેનો હોય તે જરૂરી છે.

(૩) શિક્ષક યોગ્યતા કસોટીમાં પસંદગી પામવાનાં ધોરણો:

(અ) પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ ૧ થી ૫ માટેના ઉમેદવારે વિભાગ ૧ થી ૫ માં કુલ ૬૦ ટકા ગુણ મેળવેલા હશે, તે ઉમેદવારે શિક્ષક યોગ્યતા કસોટી (TET) પાસ કરી છે તેમ ગણાશે.

(બ) ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ ૬ થી ૮ માટેના ઉમેદવારો વિભાગ વિભાગ – ૨ માં દરેકમાં ઓછામાં ઓછા ૫૦ ટકા અને બંને મળી ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે તો જ પાસ ગણાશે. ૧ અને

(ક) અનુસૂચિત જાતી / અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને વિકલાંગ ઉમેદવારના કિસ્સામાં શિક્ષક યોગ્યતા કસોટી પપ ટકા ગુણ મેળવી ઉત્તિર્ણ કરવાની રહેશે.

(૪) આ પરીક્ષા પાર કરવાનું સરકારી : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓ : (જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ), બિનઅનુદાનિત અને અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની પસંદગી માટે ફરજિયાત રહેશે.

આ પરીક્ષા જરૂરી લાયકાત માટેની છે, તેનાથી શિક્ષક તરીકે પસંદગી તરીકેનો હક મળતો નથી.

The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.