ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ૨૫ ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ ઉપર તા. ૦૭/૦૮/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ યાદી પરના ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટીનો કાર્યક્રમ વન ખાતા દ્વારા તા. ૦૫/૧૦/૨૦૨૪ થી તા.૦૮/૧૦/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ હતો અને શારીરિક ક્ષમતા કસોટી દરમ્યાન સફળ થયેલા ઉમેદવારોના અસલ પ્રમાણપત્ર ચકાસણી કરવામાં આવેલ હતાં.
શારીરિક ક્ષમતા કસોટી દરમ્યાન સફળ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી સમયે કેટલાંક ઉમેદવારોએ પ્રમાણપત્ર સંબંધિત અસલ દસ્તાવેજો જેવા કે, Sports Certificate, NCC Certificate, Cast Certificate, Widow Certificate રજૂ કર્યા ન હોવાથી કે નિયત સત્તાધિકારીની સહી સીકકાવાળા પ્રમાણપત્ર નિયત સમયમર્યાદામાં રજૂ કરેલ ન હોવાથી જે તે પ્રમાણપત્ર વન ખાતા દ્વારા નિયુક્ત કરાયેલ કમિટી દ્વારા અસલ પ્રમાણપત્ર ચકાસણી દરમ્યાન અમાન્ય ઠરેલ હતાં.
કુદરતી ન્યાયના સિદ્ધાંત ધ્યાને લઇ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી અસલ પ્રમાણપત્રની નવેસરથી ચકાસણી કરવાનો મંડળે નિર્ણય કરી, પ્રમાણપત્ર ચકાસણી માટેની સૂચના અને યાદી તા.૦૮/૧૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ યાદી ઉપરાંત Sports Certificate, NCC Certificate, Widow Certificate ના મેરીટમાં આવતાં ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઇટ પર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવી.
તા.૦૮/૧૦/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ થયેલ અસલ પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ તા.૧૧/૧૧/૨૦૨૪ થી તા.૧૪/૧૧/૨૦૨૪ દરમ્યાન રાબેતા મુજબ ચાલુ છે તે ધ્યાને લઇ, આ કાર્યક્રમમાં દર્શાવેલ સીરીયલ નંબરના ઉમેદવારોએ નિયત તારીખે અને સમયે અચૂકપણે હાજર રહેવાનું છે.
GSSSB Forest Guard Important Notice 2024: Click Here
For more details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key