ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS પોર્ટલ પર તા.૧૫/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા. આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રીસ્પોન્સ ટેસ્ટ(CBRT) પદ્ધતિથી મલ્ટી સેશન્સમાં લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં, આ પરીક્ષા સંભવિત માહે જૂન/જૂલાઈ-૨૦૨૪ દરમ્યાન લેવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેરાતમાં અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતો જ તેમ છતાં પણ ઉમેદવારોની જાણ અર્થે પુન: આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key