Vadodara Municipal Corporation VMC Link For Junior Clerk Application Fee Refund 2023, Check below for more details.
પાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૯૪૦૦ ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા ૨૨ લાખની ફી પરત કરાશે
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની ૫૫૨ જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ઓક્ટોબર તા.૮ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે ૯૪૦૦થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા તેઓને ૨૨ લાખથી વધુ પરીક્ષા ફી પાછી આપી દેવામાં આવનાર છે.
કોર્પોરેશન દ્વારા આવા ઉમેદવારો પાસેથી પોતાના બેંકના એકાઉન્ટની જરૂરી વિગતો તારીખ ૧૦ નવેમ્બર સુધીમાં મંગાવવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ ઉપર લીંક ફોર જુનિયર ક્લાર્ક એપ્લિકેશન ફી રિફંડમાં આ વિગતો પૂરી પાડવાની રહેશે અને જેના આધારે ફી કોર્પોરેશન પરત આપી દેશે. જો આ તારીખ સુધીમાં વિગતો પૂરી પાડવામાં નહીં આવે તો ફી પાછી નહીં અપાય.
કોર્પોરેશન દ્વારા આ માટે જે તે સમયે અરજીઓ મંગાવી ત્યારે રાજ્યભરમાંથી ૧,૩૫,૭૯૩ ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા, જ્યારે કોર્પોરેશનમાં કરાર આધારિત ફરજ બજાવતા ૨૮ ઉમેદવારોએ ઓફલાઈન ફોર્મ ભર્યા હતા. ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારો પૈકી ૧,૧૮,૭૪૬ ઉમેદવારોએ ફોર્મની સાથે ૨,૬૭,૭૩,૨૦૦ ફી તરીકે ભરેલા હતા.
જ્યારે ૧૭,૦૪૭ ઉમેદવારો દ્વારા ફી ભરાઈ ન હતી. ઓફલાઈન અરજી ભરનારા ૨૮ ઉમેદવારોએ ૪૬૦૦ ફી ભરી હતી. પ્રાથમિક પ્રાથમિક ચકાસણી કરતા ૧,૦૯,૩૦૭ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું.
પ્રાથમિક ચકાસણીમાં ઓનલાઈન અરજી કરનાર ૯,૪૫૪ ઉમેદવારો તથા ઓફલાઈન અરજીના ૧૩ ઉમેદવારોના ફોર્મ શૈક્ષણિક લાયકાતના આધારે રદ કરવામાં આવ્યા હતા.
બિનઅનામત જગ્યા માટે ૧૬૩૦ ઉમેદવારો દ્વારા ૬,૫૨,૦૦૦ ફી ભરવામાં હતી, જ્યારે અનામત જગ્યા માટે ૭૮૨૪ ઉમેદવારોએ ૧૫,૬૪,૮૦૦ ફી ભરી હતી. ઓલાઈન અરજી કરનાર બિન અનામત ઉમેદવારમાંથી ચાર ઉમેદવારોએ ૧૬૦૦ ફી ભરી હતી.
જ્યારે અનામત જગ્યા માટે ઉમેદવારોએ ૧૮૦૦ ફી ભરી હતી. અનામત ઉમેદવાર માટે ૪૦૦ અને બિન અનામત માટે ૨૦૦ રૂપિયા ફી રાખવામાં આવી હતી.
VMC Link For Junior Clerk Application Fee Refund 2023: Click Here
For more details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key