મંડળની જા.ક્ર. ૨૦૧/૨૦૨૨૨૩- ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ- ૩ સંવર્ગની મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપીંગ) ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખમાં ફેરફાર અંગેની અગત્યની સુચના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જા.ક્ર.:૨૦૧/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૧/૦૭/૨૦૨૩ અને તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ યોજનાર મુખ્ય પરીક્ષા માટેની પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત તા. ૨૧/૦૬/૨૦૨૩ ના રોજ મંડળની વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસાર તા. ૨૩/૦૬/૨૦૨૩ ના રોજથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ કરવામાં આવનાર હતા પરંતુ ટેકનીકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઇ શકેલ નથી. તેથી હવે ઉકત સંવર્ગની પરીક્ષાના કોલ લેટર તા. ૨૬/૦૬/૨૦૨૩ ના રોજ બપોરના ૧૩-૦૦ કલાકેથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. ૦૨/૦૭/૨૦૨૩ ના રોજ આસીસ્ટન્ટ કેશીયર ની એલિમિનેશન ટેસ્ટ રાખવામાં આવેલ છે. જે ઉમેદવારો આ પરીક્ષા આપવા ઇચ્છતા હતા અને તેઓને તા. ૦૨/૦૭/૨૦૨૩ ના રોજ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, પ્રશ્નપત્ર-૨ ની પરીક્ષા આપવાની થતી હોય તેઓ તા. ૦૧/૦૭/૨૦૨૩ ના રોજ આ પરિક્ષા માટે અગાઉથી અનુમતિ મેળવીને આપી શકશે. પરિક્ષાના સુચારૂ સંચાલન માટે આ માટે ઉમેદવારે, ગુજરાત હાઇકોર્ટની પરિક્ષાના કોલ લેટર સાથે તા. ૨૮/૦૬/૨૦૨૩ સુધીમાં અરજી કરીને તા. ૦૨/૦૭/૨૦૨૩ ની પરિક્ષાની તારીખ બદલી આપવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે.
તા. ૨૧/૦૬/૨૦૧૩ ના રોજની અગત્યની જાહેરાત અન્વયેની અન્ય સુચનાઓ યથાવત રહેશે. પરીક્ષા માટેનો કોલ-લેટર નિયત સમય-મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
Notification: Click here
પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી યોજવા અંગેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૫/૦૬/૨૦૨૩ ની અગત્યની જાહેરાતથી જા.ક્ર.:૨૦૧/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષા માટેની પ્રશ્નપત્ર-ર કૌશલ્ય કસોટી બિપોરજોય ચક્રવાતની વ્યાપક અસરને ધ્યાને લઇ મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે.
સદર સંવર્ગની પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપીંગ) ની ઉક્ત પરીક્ષા તા.૦૧/૦૭/૨૦૨૩ અને તા.૦૨/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે.
મુખ્ય પરીક્ષા માટેની પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપીંગ) ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય નીચે દર્શાવ્યા મુજબ છે. પરીક્ષા માટેનો કોલ- લેટર નિયત સમય-મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
Notification: Click here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key