LRD Document Verification Notification (12-09-2022)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Police has published LRD Document Verification Notification (12-09-2022), Check below for more details.

LRD
LRD

Post: Constable – Lokrakshak

Advt. No. LRB/202122/2

:: તા. ૧ર.૦૯.ર૦રર ::

EWS ઉમેદવારો માટેની સૂચના

EWS કેટેગરીના કેટલાક ઉમેદવારો ઘ્વારા EWS ના પાત્રતા પ્રમાણ૫ત્રને બદલે તેઓ બિનઅનામત વર્ગના હોવાનું પ્રમાણ૫ત્ર રજૂ કરેલ અને રજૂઆત કરેલ છે કે તેઓએ જે તે વખતે આવકનો દાખલો વગેરે રજૂ કરી પાત્રતા પ્રમાણ૫ત્ર મેળવવા માટે અરજી કરેલ. ૫રંતુ મામલતદાર કચેરીમાંથી ભૂલથી પાત્રતા પ્રમાણ૫ત્રને બદલે બિનઅનામત વર્ગના હોવાનું પ્રમાણ૫ત્ર આપેલ અને ઉમેદવારે પાત્રતા પ્રમાણ૫ત્રની અરજી કરેલ હોઇ તેઓએ માની લીઘું કે તેઓને તે જ પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ છે.

આ અંગે તેઓએ જે તે મામલતદાર કચેરીમાંથી એક એવો ૫ત્ર ૫ણ રજૂ કરેલ છે જેમાં જણાવવામાં આવેલ છે કે, તેઓને પાત્રતા પ્રમાણ૫ત્ર મળવાપાત્ર હતું. ૫રંતુ હાલમાં તે તારીખની સ્થિતિનું EWS પાત્રતા પ્રમાણ૫ત્ર કાઢી શકાય તેમ નથી.

મામલતદારના આ ૫ત્ર ૫રથી એવું જણાય છે કે, ઉમેદવારે પાત્રતા પ્રમાણ૫ત્રની અરજી કરેલ હતી અને તેઓને પાત્રતા પ્રમાણ૫ત્ર મળવાપાત્ર હતું. ૫રંતુ મામલતદાર કચેરીની ભૂલને કારણે તેઓને બિનઅનામત વર્ગનું પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ.

આવા ઉમેદવારોની કેટલીક અરજીઓ ભરતી બોર્ડને મામલતદારના આ પ્રકારના ૫ત્ર સાથે મળેલ છે. જેથી આવા ઉમેદવારોના કિસ્સામાં શું થઇ શકે તે અંગે સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગમાં માર્ગદર્શન મેળવવાનું ભરતી બોર્ડે નકકી કરેલ છે. આથી જે કિસ્સામાં આવું થયેલ હોય અને ઉમેદવારને મામલતદાર ઘ્વારા આ સાથે બીડયા મુજબનો ૫ત્ર આ૫વામાં આવેલ હોય તે કિસ્સામાં ઉમેદવાર ભરતી બોર્ડને અરજી કરશે તો તે તમામ કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગનું માર્ગદર્શન મેળવી તેના આઘારે ભરતી બોર્ડ આગળની કાર્યવાહી કરશે.

ઉમેદવાર ભરતી બોર્ડને અરજી કરે તેનો અર્થ એ નથી કે ઉમેદવારને EWS નો લાભ મળશે. સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ ઘ્વારા જે નિર્ણય કરવામાં આવશે, તેનો ભરતી બોર્ડ ઘ્વારા અમલ કરવામાં આવશે.

ઉમેદવારોએ અરજી સાથે તેઓને જે પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ છે, તેની સ્વપ્રમાણિત નકલ તથા મામલતદાર ઘ્વારા તેઓને આ૫વામાં આવેલ ૫ત્ર રજૂ કરવાનો રહેશે. આ બંને દસ્તાવેજ બીડેલ નહીં હોય તે અરજીઓ ઘ્યાને લેવામાં આવશે નહીં.

મામલતદારશ્રીના પત્રનો નમૂનો જોવા અહી કલીક કરો…..

:: તા. ૦૯.૦૯.૨૦૨૨ ::

CCTV Viewing અન્વયે ગેરલાયક ઠરાવવામાં આવેલ અંગે

તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષાના CCTV ફુટેજની ચકાસણી દરમ્યાન ધ્યાને આવેલ ગેરરીતી અંગેના કિસ્સામાં ગેરલાયક ઠરેલ ઉમેદવારોને સુનાવણી કમિટી દ્વારા સાંભળવાની તક આપ્યા બાદ, લોકરક્ષક ભરતી બોર્ડે નીચે મુજબના કુલ-૧૫ ઉમેદવારોને લોકરક્ષકની આ ભરતી માટે ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય કરેલ છે.

Sr.No. Wr.Roll No. Confirm. No. Name
1 20018411 88218958 NIRAMABEN SUKHABHAI PRAJAPATI
2 20018419 38218073 JATINBHAI JADAVBHAI RAVAL
3 20146088 66797516 NARSINHBHAI SOMABHAI PARMAR
4 20126737 63807727 JAYESH SARAMAN SEVRA
5 20123311 75634981 RAVI DEVAYATBHAI JILADIYA
6 20123320 65630034 CHETNABEN KANJIBHAI DODIYA
7 20116853 99035682 JAYDEV PUNABHAI CHACHDIYA
8 20133958 20070551 NIDHIBEN BALUBHAI RATHOD
9 20133953 50076941 SEEMABEN GOVINDBHAI SONARA
10 20133957 50073082 RAHULBHAI BABARABHAI CHAUDHARY
11 20127942 23177180 YOGESHKUMAR RAJESHBHAI SINDHAV
12 20117048 48937617 KIRANBEN GALABHAI VADHER
13 20129418 22410148 MINAKSHIBEN MANSINGBHAI ZALA
14 20129413 92411171 PRATAPBHAI ISHVARBHAI GOHIL
15 58218943 20018412 JASHPALDAN KESHAVDAN LALASH

SEBC ઉમેદવારો માટેની સૂચના

તા.૪.૯.ર૦રર ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ૫ર નીચે મુજબની સૂચના બહાર પાડવામાં આવેલ.

લોકરક્ષક ભરતી માટેની દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના કેટલાક ઉમેદવારો દ્વારા ભારત સરકારમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નોકરી માટેનું Annexure-A મુજબનું અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર રજુ કરવામાં આવે છે. તા.૦૩.૦૯.૨૦૨૨ સુધીની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ઉમેદવારોએ રજુ કરેલ આવા પ્રમાણપત્રોને અમાન્ય ગણવામાં આવેલ હતા. પરંતુ, ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગનો તા.૧૮.૦૮.૨૦૧૭નો ઠરાવ ક્રમાંકઃસશપ/૧૨૨૦૧૭/૧૨૪૩૮૨/અ ધ્યાને આવતા, આ ઠરાવમાં આવા અંગેજી પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવેલ જાતિ ગુજરાત સરકારશ્રીની સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગની કુલ-૧૪૬ જાતી પૈકીની હોય તો ભારત સરકારમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નોકરી માટેનું Annexure-A મુજબનું અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર માન્ય ગણવા જણાવેલ છે. જેથી લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીમાં પણ તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ કરવામાં આવેલ આવા પ્રમાણપત્રો માન્ય ગણવાની કાર્યવાહી કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી સમયે જો ઉમેદવારો પાસેથી આવા અંગ્રેજી પ્રમાણપત્રો મેળવવામાં આવેલ હશે તો તેને માન્ય ગણી જે તે ઉમેદવારને જાણ કરવામાં આવશે અને જો દસ્તાવેજ ચકાસણી સમયે મેળવવામાં આવેલ નહી હોય તો રજુ કરવાની તક આપવામાં આવશે.

ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કેન્દ્રો ૫ર ચકાસણી કરતાં નીચેના ચાર ઉમેદવારોને ભારત સરકારનું એનેક્ષર-એ મુજબનું પ્રમાણ૫ત્ર માન્ય રાખવામાં આવેલ ન હતું, જે માન્ય રાખવાપાત્ર હતું. તે માન્ય રાખતાં આ ઉમેદવારોને હવે SEBC નો લાભ મળવાપાત્ર થશે, જે ઉમેદવારોની જાણ સારું.

Sr.No. RollNo Name
1 20016807 BABU BACHUBHAI MUNDHAVA
2 20016898 AEJAJBHAI ABDULBHAI VAHORA
3 20017228 DEVARSHIKUMAR BHUPATBHAI VISHANI
4 20017552 SANGITABEN SARTANBHAI VANJARA

આ સિવાય કોઇ ઉમેદવારે ભારત સરકારનું એનેક્ષર-એ મુજબનું પ્રમાણ૫ત્ર રજૂ કરેલ હોય અને તેની જાતિનો સમાવેશ ગુજરાત સરકારની SEBC જાતિઓમાં થતો હોય છતાં ૫ણ તે માન્ય રાખવામાં આવેલ ન હોય તો ઉમેદવાર તા.૧૩.૯.ર૦રર સુઘીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરીએ રૂબરૂ આવી આ પ્રમાણ૫ત્ર રજૂ કરી શકશે. તા.૧૩.૯.ર૦રર ૫છી રજૂ કરવામાં આવેલ પ્રમાણ૫ત્ર સ્વીકારવામાં આવશે નહીં.

:: તા. ૦૬.૦૯.૨૦૨૨ ::

દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ગેરહાજર ગણવા અંગે.

લોકરક્ષક ભરતી માટે દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૨૯.૦૮.૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં તા.૦૩.૦૯.૨૦૨૨ના રોજ પોલીસ હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય ખાતે દસ્તાવેજ ચકાસણી માટે આવેલ ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી બેઠક નંબર 20006921નાઓ હાજરીપત્રકમાં સહી કરી, કોઇપણ જાતના દસ્તાવેજ જમા કર્યા વગર દસ્તાવેજ ચકાસણીમાં હાજર કોઇપણ પોલીસ અધિકારી કે દસ્તાવેજ ચકાસણી સ્ટાફને જાણ કર્યા વગર, દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર છોડીને જતા રહેલ છે. જેથી તેઓ લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીના આ તબક્કામાં ભાગ લેવા માગતા નથી તેમ માની, તેઓને ગેરહાજર ગણી લોકરક્ષક ભરતીના હવે પછીના તબક્કામાંથી બાકાત ગણવા નિર્ણય કરવામાં આવેલ છે.

દસ્તાવેજ ચકાસણી દરમ્યાન એનેક્ષર-૪ રજુ ન કરવા અંગે

તા.૨૯.૦૮.૨૦૨૨ થી તા.૦૩.૦૯.૨૦૨૨ સુધીની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન નીચે જણાવેલ ઉમેદવારોએ સંવર્ગ (નોકરી) પસંદગી અંગેનું એનેક્ષર-૪ રજુ કરેલ નથી.

RollNo Name Date Time દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર
20005243 PRABHATSINH MANSANGSINH RATHOD 30-08-2022 13:00 પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ.
20005828 DIXITKUMAR RAMESHCHANDRA ACHARYA 01-09-2022 13:00 પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ.
20005944 KALPESHKUMAR SHIVARAMBHAI RAVAL 01-09-2022 13:00 પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ.
20006190 VISHVRAJSINH UPENDRASINH ZALA 02-09-2022 09:00 પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ.
20006243 SIDHDHARAJSINH BOGHUBHA GOHIL 02-09-2022 13:00 પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ.
20009200 KANJIBHAI NAGJIBHAI CHAUHAN 29-08-2022 09:00 પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર.
20006535 DIGVIJAYSINH BHARATSINH JADEJA 03-09-2022 09:00 પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ.
20009559 SHAILESHKUMAR RANCHHODBHAI GOHIL 30-08-2022 09:00 પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર.
20010195 SANJAY DHIRUBHAI SAPARA 02-09-2022 09:00 પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર.
20010677 SANJAYBHAI VELJIBHAI MUNDHAVA 03-09-2022 13:00 પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર.
20013758 BHAVESHKUMAR BALDEVJI THAKOR 02-09-2022 09:00 જિલ્લા તાલીમ ભવન, પોલીસ હેડ કવાર્ટર, હિમતનગર.
20013899 NILESH BHERAJI RABARI 02-09-2022 13:00 જિલ્લા તાલીમ ભવન, પોલીસ હેડ કવાર્ટર, હિમતનગર.
20014173 ARIFMAHAMAD RAMJUSHA DIWAN 03-09-2022 09:00 જિલ્લા તાલીમ ભવન, પોલીસ હેડ કવાર્ટર, હિમતનગર.
20016746 DILIPBHAI AAMBABHAI BHARVAD 30-08-2022 13:00 નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. 
20016873 ASHVINBHAI VASHRAMBHAI JEJARIYA 01-09-2022 09:00 નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. 
20016919 KAUSHAL BHARATBHAI PARMAR 01-09-2022 09:00 નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. 
20017405 SURESHKUMAR RANJITBHAI DAMOR 02-09-2022 13:00 નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. 
20017516 BHOOMI MOHANBHAI MAKVANA 03-09-2022 09:00 નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. 
20017526 PUNAMBEN MAGANSINH MAKWANA 03-09-2022 09:00 નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. 

ઉપરોકત ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર ખાતે તા.૧૨.૦૯.૨૦૨૨ સુધીમાં રૂબરૂ આવી એનેક્ષર-૪ રજુ કરવાનું રહેશે. જો સમયમર્યાદામાં એનેક્ષર-૪ રજુ કરવામા નહી આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારો માટે અગત્યની સૂચના

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, દસ્તાવેજ ચકાસણી સમયે હાજરીપત્રકમાં સહી કરી, શૈક્ષણીક પ્રમાણપત્રો, જાતિ અંગેના પ્રમાણપત્રો તથા ફોર્મ અને ઉમેદવારે રજુ કરવાનું થતુ એનેક્ષર-૩ અને એનેક્ષર-૪માં યોગ્ય વિગતો ભરી, સહી કરી, દસ્તાવેજ ચકાસણી ટીમને રજુ કરવુ ફરજિયાત છે. જો કોઇ ઉમેદવારના કિસ્સામાં અધુરા કે ખુટતા દસ્તાવેજો હોય તો દસ્તાવેજ ચકાસણી ટીમની સૂચના પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે.

જો કોઇ ઉમેદવાર એનેક્ષર-૩ અધુરા કે સહી કર્યા વગર, દસ્તાવેજ ચકાસણી ટીમને જાણ કર્યા વગર કેન્દ્ર છોડી જતા રહેશે તો તેવા ઉમેદવારને ગેરલાયક ઠરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

:: તા. ૦૪.૦૯.૨૦૨૨ ::

SEBC ઉમેદવારોના બિન ઉન્નત વર્ગ(Non-Creamy layer) પ્રમાણપત્રો અંગે.

લોકરક્ષક ભરતી માટેની દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના કેટલાક ઉમેદવારો દ્વારા ભારત સરકારમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નોકરી માટેનું Annexure-A મુજબનું અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર રજુ કરવામાં આવે છે. તા.૦૩.૦૯.૨૦૨૨ સુધીની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ઉમેદવારોએ રજુ કરેલ આવા પ્રમાણપત્રોને અમાન્ય ગણવામાં આવેલ હતા. પરંતુ, ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગનો તા.૧૮.૦૮.૨૦૧૭નો ઠરાવ ક્રમાંકઃસશપ/૧૨૨૦૧૭/૧૨૪૩૮૨/અ ધ્યાને આવતા, આ ઠરાવમાં આવા અંગેજી પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવેલ જાતિ ગુજરાત સરકારશ્રીની સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગની કુલ-૧૪૬ જાતી પૈકીની હોય તો ભારત સરકારમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નોકરી માટેનું Annexure-A મુજબનું અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર માન્ય ગણવા જણાવેલ છે. જેથી લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીમાં પણ તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ કરવામાં આવેલ આવા પ્રમાણપત્રો માન્ય ગણવાની કાર્યવાહી કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી સમયે જો ઉમેદવારો પાસેથી આવા અંગ્રેજી પ્રમાણપત્રો મેળવવામાં આવેલ હશે તો તેને માન્ય ગણી જે તે ઉમેદવારને જાણ કરવામાં આવશે અને જો દસ્તાવેજ ચકાસણી સમયે મેળવવામાં આવેલ નહી હોય તો રજુ કરવાની તક આપવામાં આવશે.

EWS ઉમેદવારોના પાત્રતા પ્રમાણપત્રો અંગે.

લોકરક્ષક ભરતી માટેની દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં બિન અનામતના આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના ઉમેદવારો દ્વારા ભારત સરકારની નોકરી માટે અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ Annexure-I મુજબનું Income & Assets Certificate રજુ કરવામાં આવે છે. જેને માન્ય ગણવામાં આવેલ નથી. પરંતુ, ઉમેદવારો તરફથી મળેલ રજુઆતો ધ્યાને લઇ, આ પ્રમાણપત્ર માન્ય ગણાય કે કેમ તે અંગે ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી માર્ગદર્શન માંગવામાં આવેલ છે અને તેમના માર્ગદર્શન પછી જો આ પ્રમાણપત્ર લેવાપાત્ર થતા હશે તો તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે

:: તા. ૦૩.૦૯.૨૦૨૨ ::

રમતગમત અંગેના પ્રમાણપત્રો બાબત.

(૧) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૧૯૮૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૭૩-૨૬૬૦-ગ-૨ મુજબ (૧) એથ્લેટીકસ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત) (ર) બેડમિન્ટન (૩) બાસ્કેટબોલ (૪) ક્રિકેટ (પ) ફુટબોલ (૬) હોકી (૭) સ્વિમીંગ (૮) ટેબલ ટેનીસ (૯) વોલીબોલ (૧૦) ટેનીસ (૧૧) વેઇટ લિફ્ટીંગ (૧ર) રેસલીંગ (૧૩) બોકસીંગ (૧૪) સાઇકલીંગ (૧પ) જીમ્નેસ્ટીક (૧૬) જુડો (૧૭) રાઇફલ શુટીંગ (૧૮) કબડ્ડી (૧૯) ખોખોની રમતોને માન્ય ગણેલ છે.

(ર) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ મુજબ (૧) તીરંદાજી (ર) ઘોડેસવારી (૩) ગોળાફેંક (૪) નૌકા સ્પર્ધા (પ) શતરંજની રમતોને માન્ય ગણેલ છે.

(૩) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૧૮/૦૪/૨૦૦૧ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૯/યુ.ઓ.-૪૧૧૦/ગ.૨ મુજબ હેન્ડ બોલની રમતને માન્ય ગણેલ છે.

આમ, ઉપરોકત કુલ-૨૫ રમત/ખેલકુદને સરકારશ્રી દ્વારા માન્ય ગણવામાં આવેલ છે.

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ મુજબ ઉપરોકત રમતો/ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ખેલાડીઓને ગુણવત્તા ધરાવનાર તરીકે ગણવામાં આવશે અને વધારાના ગુણ મળવાપાત્ર થાય છે. આવા પ્રમાણપત્ર તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોવુ જોઇએ.

ઉમેદવારોની જાણકારી માટે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર રમતગમતને લગતા ઠરાવો મુકવામાં આવેલ છે તેમછતાં નીચેની લીંક ઉપર કલીક કરવાથી પણ રમતગમતને લગતા ઉપરોકત ઠરાવો જોઇ શકાશે.

⇒ રમતગમતને લગતા ઠરાવ જોવા માટે અહી કલીક કરો….

:: તા. ૦૨.૦૯.૨૦૨૨ ::

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટી તેમજ NCC “C” સર્ટી રજુ કરવા બાબત.

કેટલાક ઉમેદવારો તરફથી ઓનલાઇન અરજી વખતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/ડીપ્લોમાંના સર્ટીફીકેટ અથવા NCC “C” સર્ટીફીકેટની વિગત દર્શાવેલ નથી એવી રજુઆત મળેલ છે.

ઉમેદવારોને જણાવવાનું કે, જો તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/ડીપ્લોમાંના સર્ટીફીકેટ અથવા NCC “C” સર્ટીફીકેટના તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ કરવામાં આવેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોય તો દસ્તાવેજ ચકાસણી સમયે તે રજુ કરી શકે છે.

:: તા. ૦૧.૦૯.૨૦૨૨ ::

EWS પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવા બાબત.

દસ્તાવેજ ચકાસણીની કામગીરી દરમ્યાન કેટલાક EWS ઉમેદવારો ગુજરાત સરકારની ભરતીમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય વહિવટ વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અન્વયે ઠરાવવામાં આવેલ અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ મુજબનું પાત્રતા પ્રમાણપત્ર કે જે તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે(નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે)

Income & Assets Certificate (નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે) માન્ય ગણાશે નહી.

EWS માટે પાત્રતા પ્રમાણપત્રનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો….

EWS માટે Income & Assets Certificateનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો….

 

:: તા.૩૦.૦૮.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ

લોકરક્ષક અને પો.સ.ઇ. બન્નેની દસ્તાવેજ ચકાસણીમાં પસંદગી પામેલ હતા તેવા કુલ-૧૬૯૦ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૨.૦૯.૨૦૨૨ થી તા.૧૩.૦૯.૨૦૨૨ સુધી હાથ ધરવામાં આવનાર છે. જે માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

 
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.