નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 કંડકટર કક્ષાની તારીખ | ૨૯/૧૨/૨૦૨૪ ના રોજ લેવામાં આવેલ O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી અને વાંધા અંગેનો નિયત નમુનો નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સદરહુ પ્રોવીઝનલ આન્સર કી બાબતે જે ઉમેદવારને વાંધો હોય તો પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ થયા તારીખથી દિવસ–૭ માં અત્રેની કચેરીની ઈ–મેઈલ આઈ.ડી. admcomplain.cpo@gmail.com ઉપર વાંધા અરજી તેના પુરાવા સાથે (નિયત નમુના મુજબ) ૨જુ ક૨વા જણાવવામાં આવે છે. પુરાવા/નિયત નમુના સિવાયની તેમજ સમય મર્યાદા બાદ મળેલ કોઈપણ ઉમેદવારની વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. વધુમાં, નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ ઓ.એમ.આર.શીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે રોલ નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તા.૭/૮/૨૦૨૩ થી તા.૬/૯/૨૦૨૩ સુધી આપવામાં આવેલ જાહેરાત તથા વખતો વખતની સુચનાઓ મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોની ઓ.એમ.આર.શીટ અપલોડ કરવામાં આવેલ છે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key