
ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં (1) ઉમેદવારે દરેક વાંધા દીઠ રૂપિયા ૧૦૦/-ફી ભરવાની રહેશે. જે ફી આ સાથે આપેલ લીંક ઉપરથી ભરી શકાશે. (2) ફી ભર્યા બાદ જ વાંધો સબમીટ થઈ શક્શે. ફી ભર્યાની આખરી પહોંચ જ આખરી સબમીશન ગણાશે. (3) ફી ભર્યાની પહોંચ ઉમેદવારે સાચવી રાખવાની રહેશે. એક વાર ભરેલ ફી કોઈ પણ પરિસ્થિતિમાં પરત આપવામાં આવશે નહિ. (4) વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે. રૂબરૂ, ટપાલ અથવા ઈ-મેઈલ કે અન્ય કોઈ રીતે આયોગને મોકલવામાં આવેલ વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. (5) ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલ પ્રશ્નપુસ્તિકામાં છપાયેલ પ્રશ્નક્રમાંક મુજબ વાંધા-સૂચનો રજૂ ન કરતાં, તમામ વાંધા-સૂચનો વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી (માસ્ટર પ્રશ્નપત્ર) ના પ્રશ્નક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા. માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં. (6) ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે અને વિકલ્પ રૂપે જે જવાબ સૂચવેલ છે એ જવાબ ઉમેદવારે પોતાની ઉત્તરવહીમાં આપેલ હોવો જોઈએ. ઉમેદવારે સૂચવેલ જવાબ અને ઉત્તરવહીનો જવાબ ભિન્ન હશે તો ઉમેદવારે રજૂ કરેલ વાંધા ધ્યાને લેવાશે નહીં. (7) વાંધા માટે સંદર્ભ જોડવો આવશ્યક છે, જેના વિના વાંધો ધ્યાને લેવામાં આવશે નહીં. Website link for online objection submission system:
https://www.formonline.co.in/GPSC_TRACK/SearchPage.aspx
Post: Advt No. 29/2024-25, Assistant Manager, Class-3 (GSCSCL)
Provisional Answer Key (Concerned Subject): Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key