GPSC STI Consent Form for Preliminary Exam to be held on 22-12-2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
GPSC STI Consent Form for Preliminary Exam to be held on 22-12-2024, Check below for more details.
 
photo 2024 12 03 11 11 31

Post: State Tax Inspector (રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩)

📚 READ ALSO / આ પણ વાંચો 💥
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫,
 
રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માં કુલ-૨,૩૪,૧૬૨ ઉમેદવારો નોંધાયેલ છે. પ્રસ્તુત જાહેરાત અન્વયે પ્રાથમિક પરીક્ષા તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ૨. અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને લઇને આયોજન કરવું પડતું હોઇ, તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે.
 
આથી, જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે. અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.
 
આમ, ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ https://gpzc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરના HOME PAGE પર “OTHER APPLICATION” MENU માં જઇ CONSENT FORM પર Click કરો. ત્યારબાદ પોતાનો -CONFIRMATION NUMBER” અને “BIRTH DATE” તથા CAPTCHA ની વિગતો નાખીને “0” Button પર Click કરો. સંમતિ ફોર્મ ભરવું અને તેની CONSENT FORM ભર્યાની રસીદ ડાઉનલોડ કરી લેવી. પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.
 
જે ઉમેદવારો પ્રસ્તુત જાહેરાતની “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” httpż://gpac-ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમિટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
 
જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઇન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
 
એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઇ ઉમેદવારે પ્રસ્તુત જાહેરાત અન્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે ન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈ પણ એક ર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે.
 
પ્રસ્તુત જાહેરાત અન્વયે જો કોઇ ઉમેદવાર દ્વારા અલગ અલગ ન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.
 
પ્રસ્તુત જાહેરાતની તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઇ પણ માધ્યમથી સંમતિ ફોર્મ આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.
 
Notification: Click Here
 
Apply for Consent Form: Click Here
(Last Date Extended till 04-12-2024, 10:00 a.m.)
 
Syllabus: Click Here
 
For more details: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.