SMC MPHW Document Verification Notification 2023

આ પણ વાંચો : 💥

Surat Municipal Corporation (SMC) has published SMC MPHW Document Verification Notification, Check below for more details.

smc
surat municipal corporation – smc

MPHW ના ડોકયુમેન્ટ વેરીફીકેશન સંબંધિત સુચનાઓ :-

ડોકયુમેન્ટ વેરીફીકેશન તા.૧૨/૦૭/૨૦૨૩ થી તા.૧૫/૦૭/૨૦૨૩ દરમ્યાન નીચે દર્શાવેલ સ્થળે કરવામાં આવશે. પરફોર્મીંગ આર્ટ સેન્ટર, એલ. પી. સવાણી રોડ, અડાજણ, સુરત.


જાહેરાત મુજબની કુલ ભરવાપાત્ર જગ્યાઓની સામે જરૂરીયાત મુજબ ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવા જોગ ઉમેદવારોની યાદી સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. ઉમેદવારે યાદીમાં તેમના અરજી નંબર સામે દર્શાવેલ તારીખે અને ટાઈમ સ્લોટ મુજબ અચુક હાજર થવાનું રહેશે.


ઉમેદવારોએ મોબાઈલ ઉપર SMS મળ્યા બાદ https://www.suratmunicipal.gov.in/recruitment/ પર જઈ પોતાની પ્રોફાઈલમાં લોગીન કરી અરજીની વિગતોની સામે પ્રિન્ટ ઓપ્શનમાંથી કોલલેટર ડાઉનલોડ કરી લેવાનો રહેશે તથા સૂચના મુજબ અમલ કરી રીપોર્ટીંગ સમયે અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.


જો કોઈ અનિવાર્ય સંજોગોમાં ઉમેદવાર પોતે હાજર રહી શકે તેમ ન હોય તો તેમના પ્રતિનિધિને કારણ દર્શાવતો આધારભુત ફોટો ઓળખકાર્ડ અને સહીના નમુના સાથેનો ઓથોરીટી લેટર આપી પોતાના સ્થાને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે મોકલી શકશે. (ફકત અનિવાર્ય સંજોગોમાં જ) પ્રતિનિધિ મોકલવાના સંજોગોમાં પણ નીચે જણાવ્યા મુજબ ક્રમાનુસાર અસલ પ્રમાણપત્રો તથા તમામની એક ઉમેદવાર ઘ્વારા સ્વ-પ્રમાણિત કરવામાં આવેલ નકલ ગોઠવીને લાવવાનું રહેશે. સ્વ-પ્રમાણિત કર્યા સિવાયના પુરાવા ગ્રાહય રાખવામાં આવશે નહી.
સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સ્થળ ઉપર ફક્ત ઉમેદવાર અગર તો તેમના વતી વેરીફીકેશન કરવા માટે આવનાર પ્રતિનિધિને જ પ્રવેશ આપવામાં આવશે. અન્ય કોઈ સાથી સગાઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.


– જે ઉમેદવાર ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં ગેરહાજર રહેશે અગર તો જે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, માર્કશીટ/ડીગ્રી સર્ટીફીકેટ, સ્કુલ લીવીગ સર્ટીફીકેટ, જાતિ અંગેના પ્રમાણપત્ર અને યુનિવર્સીટી/સંસ્થા/ડીગ્રીની માન્યતા વિગેરે બાબતે જો કોઇ ક્ષતિ/ભિન્ન/ખોટા જણાશે કે પૂરતા પુરાવા રજુ કરવામાં ન આવશે તો તેવા ઉમેદવારની અરજી અમાન્ય ગણી તેઓનું નામ પ્રોવિઝનલ યાદીમાંથી રદ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.


ઉમેદવારે પોતાના પ્રવેશપત્રમાં પોતાનું નામ, Gender, જાતિ, ફોટો, સહી, સરનામું વિગેરે તમામ વિગતોની ચકાસણી કરી લેવી, જો કોઇ ક્ષતિ જણાય તો ડોકયુમેન્ટ વેરીફીકેશનની નિયત તારીખના આગળના વર્કિંગ દિવસ પૂર્વે રીક્રુટમેન્ટ વિભાગ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત ખાતે જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ કોઇપણ પ્રકારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

Notification: Click Here

Official website: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key