Paschim Gujarat Vij Company Limited – PGVCL Vidyut Sahayak (Electrical Assistant) Result 2023, Check below for more details.
લેખીત પરીક્ષાની તારીખ: ૦૧-૦૧-૨૦૨૩
પરિણામ પ્રસિદ્ધ થયા તારીખ: ૧૭-૦૨-૨૦૨૩
પરિણામની માન્યતા: ૧૬-૦૨-૨૦૨૪
વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટંટ) ની ભરતી માટે તા. ૦૧.૦૧.૨૦૨૩ ના રોજ લેવાયેલ ભૂતપૂર્વ એપ્રેન્ટીસ લાઈનમેન ની વર્તુળ કચરીઓ દ્વારા લેવાયેલ પોલ ટેસ્ટ (૨૫ માર્ક્સ) તથા તેમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેવાયેલ લેખીત પરીક્ષા (૭૫ માર્ક્સ) એમ કુલ ૧૦૦ માર્ક્સ નું પરિણામ નીચે મુજબ છે.
લેખીત પરીક્ષામાં જે ઉમેદવારે ૨૫ (પચ્ચીસ) થી ઓછા માર્કસ મેળવેલ હશે, તે ઉમેદવારને નાપાસ ગણવામાં આવશે. સદર બાબતનો ઉલ્લેખ હોલ ટિકિટમાં પણ કરવામાં આવેલ હતો.
સદર ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે એવું જણાશે કે, કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણોસર ગેરલાયક છે તેવા સંજોગોમાં કંપનીમાં તેમની નિમણુંકની આગળની પ્રક્રિયા રદ કરવાનો અધિકાર કંપનીને કાયમી ધોરણે રહેશે.
સદર પરિણામ માં માત્ર પાસ થવાથી ઉમેદવાર વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ) ની નિમણૂંક માટે હકદાર થતા નથી, પરંતુ કંપનીમાં વખતોવખત ખાલી પડતી જગ્યાઓ, સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ રોસ્ટર અંગેના નિયમો તથા ઉમેદવાર દ્વારા મેળવેલ માર્ક્સને ધ્યાનમાં રાખીને ઉમેદવારની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પસંદગી યાદી હવે પછીથી માત્ર કંપનીની વેબસાઈટ પર જ જાહેર કરવામાં આવશે. જેથી કોઈપણ ઉમેદવારે આ અંગેની માહિતી / તપાસ માટે ફોન ન કરવા જણાવવામાં આવે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key