Gujarat Public Service Commission (GPSC) has published GPSC Tentative upcoming Advertisements of GPSC-2023-24 as of 30.01.2023, Check below for more details.

ઉમેદવારો માટે સૂચનાઓ:
1. જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિકા મુખ્ય પરીક્ષાની ઉપરોક્ત તારીખો સંભવિત છે, અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં કે કોઈ પણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે
2. આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા સૂચિત છે. જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણીપત્રક્માં દર્શાવ્યા પ્રમાણે વધઘટ સંભવ છે,
3. ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી OMR આધારિત કે કૉમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ’ (CBRT) રહેશે. 4. ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પરીક્ષાના દિવસે કે ત્યારબાદના દિવસે દરેક ઉમેદવારની OMR Shoot આયોગની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
5. સીધી ભરતીના કિસ્સામાં આયોગ દ્વારા પ્રાથમિક કસોટી યોજવામાં આવશે, પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને જાહેરાતમાં ભરતી નિયમમાં દર્શાવેલ જોગવાઇઓ સતોષતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં બોલાવવામા આવશે. ઉમેદવારોની આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં જે ગુણ મેળવેલ હશે અને રૂબરૂ મુલાકાતના મેળવેલ ગુણના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે, અન્ય બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિધ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે.
* દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરુ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key