Gujarat 823 Forest Guard – Bit Guard Recruitment News 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

* રાજ્યમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે

* ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં આવશે

* ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે

* ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે

310747333 489289493240162 8423409427447038882 n.jpg? nc cat=108&ccb=1 7& nc sid=730e14& nc ohc=HHk1OodcvIoAX9GntxX& nc ht=scontent.fstv8 1

ગાંધીનગર : વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ)ની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ ઉમેર્યું કે, વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે. તેમણે ઉમેર્યું કે, ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.

મંત્રી એ ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે, આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલી બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરીક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ ૩૩૪ જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો-૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

Source: News18 Gujarati

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.