Gujarat Police has published LRD Document Verification Notification (06-09-2022), Check below for more details.
Post: Constable – Lokrakshak
Advt. No. LRB/202122/2
દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ગેરહાજર ગણવા અંગે.
લોકરક્ષક ભરતી માટે દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૨૯.૦૮.૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં તા.૦૩.૦૯.૨૦૨૨ના રોજ પોલીસ હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય ખાતે દસ્તાવેજ ચકાસણી માટે આવેલ ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી બેઠક નંબર 20006921નાઓ હાજરીપત્રકમાં સહી કરી, કોઇપણ જાતના દસ્તાવેજ જમા કર્યા વગર દસ્તાવેજ ચકાસણીમાં હાજર કોઇપણ પોલીસ અધિકારી કે દસ્તાવેજ ચકાસણી સ્ટાફને જાણ કર્યા વગર, દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર છોડીને જતા રહેલ છે. જેથી તેઓ લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીના આ તબક્કામાં ભાગ લેવા માગતા નથી તેમ માની, તેઓને ગેરહાજર ગણી લોકરક્ષક ભરતીના હવે પછીના તબક્કામાંથી બાકાત ગણવા નિર્ણય કરવામાં આવેલ છે.
દસ્તાવેજ ચકાસણી દરમ્યાન એનેક્ષર-૪ રજુ ન કરવા અંગે
તા.૨૯.૦૮.૨૦૨૨ થી તા.૦૩.૦૯.૨૦૨૨ સુધીની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન નીચે જણાવેલ ઉમેદવારોએ સંવર્ગ (નોકરી) પસંદગી અંગેનું એનેક્ષર-૪ રજુ કરેલ નથી.
RollNo | Name | Date Time | દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર |
20005243 | PRABHATSINH MANSANGSINH RATHOD | 30-08-2022 13:00 | પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ. |
20005828 | DIXITKUMAR RAMESHCHANDRA ACHARYA | 01-09-2022 13:00 | પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ. |
20005944 | KALPESHKUMAR SHIVARAMBHAI RAVAL | 01-09-2022 13:00 | પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ. |
20006190 | VISHVRAJSINH UPENDRASINH ZALA | 02-09-2022 09:00 | પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ. |
20006243 | SIDHDHARAJSINH BOGHUBHA GOHIL | 02-09-2022 13:00 | પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ. |
20009200 | KANJIBHAI NAGJIBHAI CHAUHAN | 29-08-2022 09:00 | પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર. |
20006535 | DIGVIJAYSINH BHARATSINH JADEJA | 03-09-2022 09:00 | પો.હેડ કવાર્ટર, મકરબા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ. |
20009559 | SHAILESHKUMAR RANCHHODBHAI GOHIL | 30-08-2022 09:00 | પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર. |
20010195 | SANJAY DHIRUBHAI SAPARA | 02-09-2022 09:00 | પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર. |
20010677 | SANJAYBHAI VELJIBHAI MUNDHAVA | 03-09-2022 13:00 | પોલીસ તાલીમ સેનટર, પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર. |
20013758 | BHAVESHKUMAR BALDEVJI THAKOR | 02-09-2022 09:00 | જિલ્લા તાલીમ ભવન, પોલીસ હેડ કવાર્ટર, હિમતનગર. |
20013899 | NILESH BHERAJI RABARI | 02-09-2022 13:00 | જિલ્લા તાલીમ ભવન, પોલીસ હેડ કવાર્ટર, હિમતનગર. |
20014173 | ARIFMAHAMAD RAMJUSHA DIWAN | 03-09-2022 09:00 | જિલ્લા તાલીમ ભવન, પોલીસ હેડ કવાર્ટર, હિમતનગર. |
20016746 | DILIPBHAI AAMBABHAI BHARVAD | 30-08-2022 13:00 | નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. |
20016873 | ASHVINBHAI VASHRAMBHAI JEJARIYA | 01-09-2022 09:00 | નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. |
20016919 | KAUSHAL BHARATBHAI PARMAR | 01-09-2022 09:00 | નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. |
20017405 | SURESHKUMAR RANJITBHAI DAMOR | 02-09-2022 13:00 | નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. |
20017516 | BHOOMI MOHANBHAI MAKVANA | 03-09-2022 09:00 | નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. |
20017526 | PUNAMBEN MAGANSINH MAKWANA | 03-09-2022 09:00 | નવા વિદ્યાભવન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર. |
ઉપરોકત ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર ખાતે તા.૧૨.૦૯.૨૦૨૨ સુધીમાં રૂબરૂ આવી એનેક્ષર-૪ રજુ કરવાનું રહેશે. જો સમયમર્યાદામાં એનેક્ષર-૪ રજુ કરવામા નહી આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારો માટે અગત્યની સૂચના
લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, દસ્તાવેજ ચકાસણી સમયે હાજરીપત્રકમાં સહી કરી, શૈક્ષણીક પ્રમાણપત્રો, જાતિ અંગેના પ્રમાણપત્રો તથા ફોર્મ અને ઉમેદવારે રજુ કરવાનું થતુ એનેક્ષર-૩ અને એનેક્ષર-૪માં યોગ્ય વિગતો ભરી, સહી કરી, દસ્તાવેજ ચકાસણી ટીમને રજુ કરવુ ફરજિયાત છે. જો કોઇ ઉમેદવારના કિસ્સામાં અધુરા કે ખુટતા દસ્તાવેજો હોય તો દસ્તાવેજ ચકાસણી ટીમની સૂચના પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે.
જો કોઇ ઉમેદવાર એનેક્ષર-૩ અધુરા કે સહી કર્યા વગર, દસ્તાવેજ ચકાસણી ટીમને જાણ કર્યા વગર કેન્દ્ર છોડી જતા રહેશે તો તેવા ઉમેદવારને ગેરલાયક ઠરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
SEBC ઉમેદવારોના બિન ઉન્નત વર્ગ(Non-Creamy layer) પ્રમાણપત્રો અંગે.
લોકરક્ષક ભરતી માટેની દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના કેટલાક ઉમેદવારો દ્વારા ભારત સરકારમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નોકરી માટેનું Annexure-A મુજબનું અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર રજુ કરવામાં આવે છે. તા.૦૩.૦૯.૨૦૨૨ સુધીની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ઉમેદવારોએ રજુ કરેલ આવા પ્રમાણપત્રોને અમાન્ય ગણવામાં આવેલ હતા. પરંતુ, ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગનો તા.૧૮.૦૮.૨૦૧૭નો ઠરાવ ક્રમાંકઃસશપ/૧૨૨૦૧૭/૧૨૪૩૮૨/અ ધ્યાને આવતા, આ ઠરાવમાં આવા અંગેજી પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવેલ જાતિ ગુજરાત સરકારશ્રીની સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગની કુલ-૧૪૬ જાતી પૈકીની હોય તો ભારત સરકારમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નોકરી માટેનું Annexure-A મુજબનું અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર માન્ય ગણવા જણાવેલ છે. જેથી લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીમાં પણ તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ કરવામાં આવેલ આવા પ્રમાણપત્રો માન્ય ગણવાની કાર્યવાહી કરવામાં આવશે.
દસ્તાવેજ ચકાસણી સમયે જો ઉમેદવારો પાસેથી આવા અંગ્રેજી પ્રમાણપત્રો મેળવવામાં આવેલ હશે તો તેને માન્ય ગણી જે તે ઉમેદવારને જાણ કરવામાં આવશે અને જો દસ્તાવેજ ચકાસણી સમયે મેળવવામાં આવેલ નહી હોય તો રજુ કરવાની તક આપવામાં આવશે.
EWS ઉમેદવારોના પાત્રતા પ્રમાણપત્રો અંગે.
લોકરક્ષક ભરતી માટેની દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં બિન અનામતના આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના ઉમેદવારો દ્વારા ભારત સરકારની નોકરી માટે અંગ્રેજીમાં ઇશ્યુ કરવામાં આવેલ Annexure-I મુજબનું Income & Assets Certificate રજુ કરવામાં આવે છે. જેને માન્ય ગણવામાં આવેલ નથી. પરંતુ, ઉમેદવારો તરફથી મળેલ રજુઆતો ધ્યાને લઇ, આ પ્રમાણપત્ર માન્ય ગણાય કે કેમ તે અંગે ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી માર્ગદર્શન માંગવામાં આવેલ છે અને તેમના માર્ગદર્શન પછી જો આ પ્રમાણપત્ર લેવાપાત્ર થતા હશે તો તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે
રમતગમત અંગેના પ્રમાણપત્રો બાબત.
(૧) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૧૯૮૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૭૩-૨૬૬૦-ગ-૨ મુજબ (૧) એથ્લેટીકસ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત) (ર) બેડમિન્ટન (૩) બાસ્કેટબોલ (૪) ક્રિકેટ (પ) ફુટબોલ (૬) હોકી (૭) સ્વિમીંગ (૮) ટેબલ ટેનીસ (૯) વોલીબોલ (૧૦) ટેનીસ (૧૧) વેઇટ લિફ્ટીંગ (૧ર) રેસલીંગ (૧૩) બોકસીંગ (૧૪) સાઇકલીંગ (૧પ) જીમ્નેસ્ટીક (૧૬) જુડો (૧૭) રાઇફલ શુટીંગ (૧૮) કબડ્ડી (૧૯) ખોખોની રમતોને માન્ય ગણેલ છે.
(ર) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ મુજબ (૧) તીરંદાજી (ર) ઘોડેસવારી (૩) ગોળાફેંક (૪) નૌકા સ્પર્ધા (પ) શતરંજની રમતોને માન્ય ગણેલ છે.
(૩) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૧૮/૦૪/૨૦૦૧ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૯/યુ.ઓ.-૪૧૧૦/ગ.૨ મુજબ હેન્ડ બોલની રમતને માન્ય ગણેલ છે.
આમ, ઉપરોકત કુલ-૨૫ રમત/ખેલકુદને સરકારશ્રી દ્વારા માન્ય ગણવામાં આવેલ છે.
સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ મુજબ ઉપરોકત રમતો/ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ખેલાડીઓને ગુણવત્તા ધરાવનાર તરીકે ગણવામાં આવશે અને વધારાના ગુણ મળવાપાત્ર થાય છે. આવા પ્રમાણપત્ર તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોવુ જોઇએ.
ઉમેદવારોની જાણકારી માટે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર રમતગમતને લગતા ઠરાવો મુકવામાં આવેલ છે તેમછતાં નીચેની લીંક ઉપર કલીક કરવાથી પણ રમતગમતને લગતા ઉપરોકત ઠરાવો જોઇ શકાશે.
⇒ રમતગમતને લગતા ઠરાવ જોવા માટે અહી કલીક કરો….
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટી તેમજ NCC “C” સર્ટી રજુ કરવા બાબત.
કેટલાક ઉમેદવારો તરફથી ઓનલાઇન અરજી વખતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/ડીપ્લોમાંના સર્ટીફીકેટ અથવા NCC “C” સર્ટીફીકેટની વિગત દર્શાવેલ નથી એવી રજુઆત મળેલ છે.
ઉમેદવારોને જણાવવાનું કે, જો તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/ડીપ્લોમાંના સર્ટીફીકેટ અથવા NCC “C” સર્ટીફીકેટના તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ કરવામાં આવેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોય તો દસ્તાવેજ ચકાસણી સમયે તે રજુ કરી શકે છે.
EWS પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવા બાબત.
દસ્તાવેજ ચકાસણીની કામગીરી દરમ્યાન કેટલાક EWS ઉમેદવારો ગુજરાત સરકારની ભરતીમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય વહિવટ વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અન્વયે ઠરાવવામાં આવેલ અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ મુજબનું પાત્રતા પ્રમાણપત્ર કે જે તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે(નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે)
Income & Assets Certificate (નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે) માન્ય ગણાશે નહી.
EWS માટે પાત્રતા પ્રમાણપત્રનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો….
EWS માટે Income & Assets Certificateનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ
લોકરક્ષક અને પો.સ.ઇ. બન્નેની દસ્તાવેજ ચકાસણીમાં પસંદગી પામેલ હતા તેવા કુલ-૧૬૯૦ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૨.૦૯.૨૦૨૨ થી તા.૧૩.૦૯.૨૦૨૨ સુધી હાથ ધરવામાં આવનાર છે. જે માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key