LRB Police Bharti – Lokrakshak and PSI Update on 01-09-2024

Table of Contents

📚 READ ALSO / આ પણ વાંચો 💥
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

LRB Police Bharti – Lokrakshak and PSI Update on 01-09-2024

psi

:: તા.૩૧.૦૮.૨૦૨૪ ::

ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ

  1. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી ફકત લોકરક્ષકની અરજી થઇ ગઇ છે

    જવાબ- તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.

  2. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી થઇ ગઇ છે

    જવાબ – તાજેતરમાં Both (PSI and Lokrakshak Cadre) જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.

  3. અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા તેમછતાં ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી કરેલ હતી. પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે તો હવે અગાઉની Both (PSI and Lokrakshak Cadre) અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડે?

    જવાબ – આ કિસ્સામાં અગાઉ જે Both (PSI and Lokrakshak Cadre) ની અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે Both (PSI and Lokrakshak Cadre) માં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી.

  4. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે હુ PSI માટે લાયક છુ અને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી પણ છે તો હવે હુ Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?

    જવાબ – ફકત PSI કેડરમાં EWS/SEBC માં અરજી કરી શકે. જો Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBCમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ્દ કરવામાં આવશે.

  5. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે મારી પાસે EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી છે તો હવે હુ લોકરક્ષક કેડરમાં ફરીથી EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?

    જવાબ – ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવા માટે પુરતો સમય હતો તેમ છતાં EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલ હોઇ, આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી.

ખાસ નોંધઃ
  1. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ રદ્દ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે. આ અંગે બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહી.
  2. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો……
  3. અરજી ફકત પોસ્ટ / કુરીયર મારફતે જ તા.૧૫/૦૯/૨૦૨૪ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
  4. પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં

:: તા.૨૭.૦૮.૨૦૨૪ ::

લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક અંગેની સૂચના

લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક તા.૧ર.૪.ર૦ર૪ ના રોજ વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ થાય તે માટે ઉ૫રોકત અંદાજિત સમય૫ત્રકમાં ઉમેદવારોએ નીચેની બાબતો ઘ્યાને લેવી.

  1. લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતી પૈકી પી.એસ.આઇ. ના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઇ તે પૂર્ણ થતા તેઓની લેખિત ૫રીક્ષા લેવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેથી તેઓની લેખિત ૫રીક્ષા જાન્યુઆરી – ફેબ્રુઆરી ના બદલે ડિસેમ્બર – જાન્યુઆરી માસમાં થવાની શકયતા છે.
  2. એ જ રીતે લોકરક્ષકની લેખિત ૫રીક્ષા ફેબ્રુઆરી-ર૦ર૫ ને બદલે જાન્યુઆરી-ર૦ર૫ માં થવાની શકયતા છે.
  1. પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો……
  2. ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે (અગાઉ મૂકેલ છે તે ઉપરાંત વધારાના) અહીં કલીક કરો……

 

More details: Click Here

 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.