Gujarat Forest Guard Important Notification regarding walking test 2023

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gujarat Forest Guard Important Notification regarding walking test 2023

જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્‍યાઓ અનુસંધાને પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને ઉમેદવારોની પસંદગીયાદી મુજબ વોકીંગ ટેસ્ટમાં હાજર રહેવા અંગેની સુચના

Gujarat Forest Guard Physical Call Letter
forest department

જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણૂંકને લાયક ઉમેદવારોની જીલ્લાવાર પસંદગીયાદી આ કચેરીની તા.૧૮-૦૬-૨૦૨૨ ની જાહેર નોટિસથી તથા પ્રતિક્ષાયાદી આ કચેરીની તા.૦૭-૦૭-૨૦૨૨ ની જાહેર નોટિસથી પ્રસિધ્ધ થયેલ છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક -પી.એસ.સી./૧૦૮૯/૩૯૧૦ ગ-૨ તા.૨૭-૦૭-૨૦૧૮ મુજબ નિમણૂંક આપેલ વનરક્ષકો પૈકી નિયત સમયમાં રાજીનામુ અવસાન ફરજમુક્તિ/અન્ય કારણોસર નોકરી છોડી ગયેલ ઉમેદવારની ખાલી પડેલ જગ્યા જે તે કેટેગરીના પ્રતિક્ષાયાદીના ઉમેદવારોથી ભરવાની થાય છે.
વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારને નિમણૂંક આપવા માટે ભરતી નિયમો અનુસાર ઉમેદવારએ નિયત સમય અને મળવાપાત્ર તકમાં વોર્નીંગ ટેસ્ટ પાસ કરવો જરૂરી છે.
જેથી વનરક્ષક, વર્ગ-૩ ની ખાલી પડેલ જગ્યા ભરવા અંગે આ સાથે સામેલ એનેક્ષર-૧ મુજબના પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નીચે પ્રમાણે યોજાનાર વોકીંગ ટેસ્ટમાં બિનચુક હાજર રહી, ભાગ લેવા જણાવવામાં આવે છે.

📚 READ ALSO / આ પણ વાંચો 💥

અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: (FOREST/201819/1)

Notification: Click Here


(૧) વનરક્ષક, વર્ગ-૩ ની જગ્યાએ પસંદગી પામેલ દરેક ઉમેદવારએ સદરહુ વોકીંગ ટેસ્ટ પાસ કરવો ફરજીયાત હોઇ, દરેક ઉમેદવારોએ ઉપર પત્રકમાં જણાવેલ સ્થળ, સમય અને તારીખે વોકીંગ ટેસ્ટમાં હાજર રહેવાનુ રહેશે.

(૨) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ અનુસાર પુરુષ ઉમેદવારએ ૨૫ કિલોમીટર અંતર ૪ કલાકમાં પુરુ કરવાનુ રહેશે અને મહિલા ઉમેદવારોએ ૧૪ કિલોમીટર અંતર ૪ કલાકમાં પુરુ કરવાનુ રહેશે.

(૩) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ ના પરંતુક અનુસાર પ્રથમ વોર્કીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર ઉમેદવાર / કોઇ કારણોસર વોકીંગ ટેસ્ટ પાસ ના કરી શકનાર ઉમેદવારને આ વોકીંગ ટેસ્ટ પાસ કરવા માટે બીજી અને આખરી તક આપવામાં આવશે. આ બીજી અને આખરી વોકીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર / નાપાસ થયેલ ઉમેદવારને કોઇપણ સંજોગોમાં વધુ તક આપવામાં આવશે નહિ

(૪) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમો અનુસાર સદરહુ વોકીંગ ટેસ્ટએ ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ હોઇ કોઇપણ ઉમેદવારોએ તેઓને નિમણૂંક મળી ગયેલ છે તેમ માની લેવાનુ રહેશે

(૫) દરેક ઉમેદવારએ સદરહુ વોર્નીંગ ટેસ્ટ માટે હાજર રહેતા સમયે તેઓને શારીરિક ક્ષમતા કસોટી સમયે નહિ. મેળવેલ કોલ લેટર અને સરકારશ્રી માન્ય પાનકાર્ડ, આધારકાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે પૈકી કોઈપણ એક ફોટાવાળું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.

(૬) સદરહુ વોર્નીંગ ટેસ્ટ સમયે વોર્મીંગ ટેસ્ટના સ્થળે ઉમેદવાર સિવાયના અન્ય કોઇ સગાં- સબંધી- વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ.

(૭) વોકીંગ ટેસ્ટના સ્થળે ઉપસ્થિત રહેનાર ઉમેદવારએ કોઇપણ પ્રકારના માદક / કેફી પદાર્થનુ સેવન કરવુ નહિ. આવા માદક / કેફી પદાર્થનુ સેવન કરેલ કોઇપણ ઉમેદવારને વોર્નીંગ ટેસ્ટના સ્થળે પ્રવેશ આપવામાં આવશે નહિ.

(૮) સદરહુ વોકીંગ ટેસ્ટ માટે દરેક ઉમેદવારએ સ્વ -ખર્ચે ઉપસ્થિત થવાનુ રહેશે.

(૯) સદરહુ વોકીંગ ટેસ્ટ દરમિયાન ઉમેદવારો વોકીંગ ટેસ્ટમાં મદદરૂપ બને તેવા લાકડી વિગેરે કોઇપણ અન્ય સાધનોનો પ્રયોગ કરી શકશે નહિ.

(૧૦) દરેક ઉમેદવારએ સદરહુ વોકીંગ ટેસ્ટ પોતાના જોખમે ભાગ લેવાનો રહેશે. વોકીંગ ટેસ્ટ દરમિયાન ઉમેદવારને થયેલ ઇજા / અકસ્માત કે અન્ય કોઇ નુક્શાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની અંગત જવાબદારી રહેશે.

(૧૧) સદરહુ વોકીંગ ટેસ્ટમાં ઉપસ્થિત રહેનાર દરેક ઉમેદવારોએ ઉપર જણાવેલ તમામ સુચનાઓની નોંધ લેવી.

(૧૨) ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં.૧૯૨૬ ઉપર સંપર્ક કરવો તથા અન્ય જરૂરી સુચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in_અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.

Instructions: Click Here
For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.