GPSSB Talati Exam Sammati Patra (Consent Form) 2023 (Date Over)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

GPSSB Talati Exam Sammati Patra 2023:

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ની પરીક્ષા જે 30 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી હતી, તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષા આપવામાં માટે હવે ઉમેદવારો એ સંમતિ પત્ર ભરવું અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે ગત ૦૯-૦૪-૨૦૨૩ મંડળ દ્વારા જુનીયર ક્લાર્ક ની પરીક્ષા યોજેલ હતી જેમાં માત્ર ૪૧% ઉમેદવારો એ પરીક્ષા આપી હતી. આથી  મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે માહિતી આપી હતી. આ બાબતે અનોખું પાસું એ છે કે યોગ્ય પરીક્ષા કેન્દ્રોની અછતને કારણે તલાટીની તારીખ ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. આ અગાઉ તલાટીની પરીક્ષા તારીખ 30 એપ્રિલ નક્કી કરેલ હતી જે આજ રોજ આયોજિત તલાટી કસોટી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે.
 
GPSSB Talati Exam Sammati Patra 2023:
 

ઉમેદવારો માટેની અગત્યની સુચના

📚 READ ALSO / આ પણ વાંચો 💥
  • જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૭-૦૫-૨૦૨૩ના રોજ મંડળ ધ્વારા યોજાનાર છે.
  • ઉપરોકત જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા વધારે હોઇ તેમજ સામાન્ય રીતે પરીક્ષામાં ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ મોટુ રહેતુ હોઇ જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોઇ તેવા ઉમેદવારોને બાદ કરી બાકી રહેતા ઉમેદવારો માટે પરીક્ષા યોજવાથી રાજય સરકારશ્રીના સંશાધનોનો બીનજરૂરી વ્યય બચાવી શકાય તે હેતુથી ઉપરોકત જાહેરાત અન્વયે તા. ૦૭-૦૫-૨૦૨૩ના રોજ યોજાનાર પરીક્ષા માટે પરીક્ષા આપવા માટેની સંમતિ ફોર્મ ઉમેદવારો પાસેથી મેળવવાની જાહેરાત મંડળ ધ્વારા તા.૧૩/૦૪/૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે. આ સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઇટ http://ojas.gujarat.gov.in ઉપર તારીખઃ ૨૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાક સુધી ઉમેદવાર ભરી શકશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં. જે ઉમેદવારો ઉપરોકત ઓનલાઇન સંમતિ ફોર્મ નિયત તારીખ-સમય સુધીમાં ભરશે નહીં, તેવા ઉમેદવાર તા. ૦૭-૦૫-૨૦૨૩ની પરીક્ષા માટેના પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષા આપી શકશે નહીં, તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને જણાવવામાં આવે છે.
  • આથી ઉમેદવારોને પુનઃ સુચિત કરવામાં આવે છે કે, જે ઉમેદવારો તા. ૦૭-૦૫-૨૦૨૩ના રોજ યોજાનાર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને ઝડપથી તા.૨૦-૦૪-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં ઓજસ વેબસાઇટ ઉપર પોતાનું ઓનલાઇન સંમતિ ફોર્મ ભરી દેવા જણાવવામાં આવે છે.
  • વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તા. ૧૩-૦૪-૨૦૨૩ની ” ઉમેદવારો માટેની અગત્યની સુચના ” જોવા વિનંતી છે. વધુમાં આ અંગેની રોજબરોજની જાણકારી માટે દરરોજ મંડળની વેબસાઇટ જોતા રહેવા સર્વે ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે.

તલાટીની પરીક્ષા 7 મેં ના રોજ લેવાશે

  • હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
  • તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
  • જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
  • કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે
  • જુનિયર ક્લાર્કની પરીક્ષા 3,91,736 પરીક્ષા આપી 41% ઉમેદવાર પરીક્ષા આપી

GPSSB Talati Exams 2023

સંસ્થાનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ તલાટી કમ મંત્રી
તલાટીની નવી પરીક્ષા તારીખ 7મી મે, 2023
સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in

જાહેરાત ક્રમાંક:- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી ઉમેદવારો માટેની અગત્યની સુચના)
જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ-૧૭, ૧૦,૩૬૮ ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા.07-05-2023 ના રોજ મંડળ ધ્વારા યોજાનાર છે.

  • અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તા.૯/૪/૨૦૨૩ના રોજ યોજાયેલ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો સામે માત્ર ૩,૯૧,૭૩૬ (૪૧%) ઉમેદવારો હાજર રહેલ છે. આમ ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટું રહેલ છે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોજન કરવુ પડતુ હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વીજીલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વિગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બીનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેરજનતા ઉપર જ આવે છે.
  • આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.
  • અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડીટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે
  • આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ
  • ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ojas.gujarat in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪. ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૨૦.૦૪. ના રોજ સવારે ૧૧:૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ
  • જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ’ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. CI- કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોને ખાસ નોંઘ લેવી
  • જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંક- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઇન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની તા.૦૭.૦૫.૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઇપણ રજુઆતો પાછળથી મંડળ ધ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ
  • એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઈ ઉમેદવારે જાહેરાત ક્રર્મક- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈપણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે.
  • જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર ધ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.
  • જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ” પરીક્ષા આપવા માટેની સંમતિ” અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat/vin ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫- ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪. ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી ભરી શકાશે. સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦.૦૪ ૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક રહેશે ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
  • જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭.૦૫.૨૦૨૩ ના રોજ યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન OJAS વેબસાઇટ  ઉપર જ ભરી શકાશે. અન્ય કોઇ માધ્યમથી સંમતિ ફોર્મ મંડળ ધ્વારા સ્વીકારવામાં આવશે નહિ

 

જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિ કલીક કરો

 
 
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.