Gujarat Forest Guard Important Notification regarding walking test 2023
જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને ઉમેદવારોની પસંદગીયાદી મુજબ વોકીંગ ટેસ્ટમાં હાજર રહેવા અંગેની સુચના
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક: (FOREST/201819/1)
જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણુંક પામેલ ઉમેદવારો પૈકી આવા જે ઉમેદવારો ફરજ પર હાજર ન થતા/ રાજીનામું આપતા સામાન્ય વહીવટ વિભાગનાં તા:૨૭/૦૭/૨૦૧૮ના ઠરાવ અનુસાર પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવાની થાય છે. જે પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને ઉમેદવારોની પસંદગીયાદી આ સાથે સામેલ છે.
વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો અનુસાર આ પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલા નિમણૂકને લાયક ઉમેદવારોએ નિયત સમયમાં અને મળવાપાત્ર નિયત તકમાં આ વોર્કીંગ ટેસ્ટ પાસ કરવાનો થાય છે. જે પ્રથમ વોકીંગ ટેસ્ટનું આયોજન તા:૧૨/૦૧/૨૦૨૩ કરવામાં આવે છે. વોર્નીંગ ટેસ્ટનું આયોજન નીચે મુજબ કરવામાં આવેલ છે. જેમાં પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને લાયક ઉમેદવારોએ નિયત તકોમાં આ વોકીંગ ટેસ્ટ પાસ કરવાનો જરૂરી હોવાથી તમામ
ઉમેદવારોએ આ વોકીંગ ટેસ્ટમાં ભાગ લેવા જણાવવામાં આવે છે. આ વોકીંગ ટેસ્ટના સ્થળ, સમય અને તારીખની વિગતો નીચે મુજબ છે.
વોકીંગ ટેસ્ટ માટેની પ્રથમ તકનો તારીખ અને સમય: તા.૧૨/૦૧/૨૦૨૩ સવારે ૬.૦૦ કલાકે
વોકીંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું સ્થળ: નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર વન વિભાગ, ‘ઘ’-૪ ની બાજુમાં,ટાઉન હોલની પાછળ, સેક્ટર-૧૭, ગાંધીનગર.
(૧) વનરક્ષક, વર્ગ-૩ ની જગ્યાએ પસંદગી પામેલ દરેક ઉમેદવારએ સદરહુ વોકીંગ ટેસ્ટ પાસ કરવો ફરજીયાત હોઇ, દરેક ઉમેદવારોએ ઉપર પત્રકમાં જણાવેલ સ્થળ, સમય અને તારીખે વોકીંગ ટેસ્ટમાં હાજર રહેવાનુ રહેશે.
(૨) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ અનુસાર પુરુષ ઉમેદવારએ ૨૫ કિલોમીટર અંતર ૪ કલાકમાં પુરુ કરવાનુ રહેશે અને મહિલા ઉમેદવારોએ ૧૪ કિલોમીટર અંતર ૪ કલાકમાં પુરુ કરવાનુ રહેશે.
(૩) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ ના પરંતુક અનુસાર પ્રથમ વોર્કીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર ઉમેદવાર / કોઇ કારણોસર વોકીંગ ટેસ્ટ પાસ ના કરી શકનાર ઉમેદવારને આ વોકીંગ ટેસ્ટ પાસ કરવા માટે બીજી અને આખરી તક આપવામાં આવશે. આ બીજી અને આખરી વોકીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર / નાપાસ થયેલ ઉમેદવારને કોઇપણ સંજોગોમાં વધુ તક આપવામાં આવશે નહિ
(૪) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમો અનુસાર સદરહુ વોકીંગ ટેસ્ટએ ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ હોઇ કોઇપણ ઉમેદવારોએ તેઓને નિમણૂંક મળી ગયેલ છે તેમ માની લેવાનુ રહેશે
(૫) દરેક ઉમેદવારએ સદરહુ વોર્નીંગ ટેસ્ટ માટે હાજર રહેતા સમયે તેઓને શારીરિક ક્ષમતા કસોટી સમયે નહિ. મેળવેલ કોલ લેટર અને સરકારશ્રી માન્ય પાનકાર્ડ, આધારકાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે પૈકી કોઈપણ એક ફોટાવાળું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.
(૬) સદરહુ વોર્નીંગ ટેસ્ટ સમયે વોર્મીંગ ટેસ્ટના સ્થળે ઉમેદવાર સિવાયના અન્ય કોઇ સગાં- સબંધી- વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ.
(૭) વોકીંગ ટેસ્ટના સ્થળે ઉપસ્થિત રહેનાર ઉમેદવારએ કોઇપણ પ્રકારના માદક / કેફી પદાર્થનુ સેવન કરવુ નહિ. આવા માદક / કેફી પદાર્થનુ સેવન કરેલ કોઇપણ ઉમેદવારને વોર્નીંગ ટેસ્ટના સ્થળે પ્રવેશ આપવામાં આવશે નહિ.
(૮) સદરહુ વોકીંગ ટેસ્ટ માટે દરેક ઉમેદવારએ સ્વ -ખર્ચે ઉપસ્થિત થવાનુ રહેશે.
(૯) સદરહુ વોકીંગ ટેસ્ટ દરમિયાન ઉમેદવારો વોકીંગ ટેસ્ટમાં મદદરૂપ બને તેવા લાકડી વિગેરે કોઇપણ અન્ય સાધનોનો પ્રયોગ કરી શકશે નહિ.
(૧૦) દરેક ઉમેદવારએ સદરહુ વોકીંગ ટેસ્ટ પોતાના જોખમે ભાગ લેવાનો રહેશે. વોકીંગ ટેસ્ટ દરમિયાન ઉમેદવારને થયેલ ઇજા / અકસ્માત કે અન્ય કોઇ નુક્શાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની અંગત જવાબદારી રહેશે.
(૧૧) સદરહુ વોકીંગ ટેસ્ટમાં ઉપસ્થિત રહેનાર દરેક ઉમેદવારોએ ઉપર જણાવેલ તમામ સુચનાઓની નોંધ લેવી.
(૧૨) ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં.૧૯૨૬ ઉપર સંપર્ક કરવો તથા અન્ય જરૂરી સુચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in_અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.
Instructions: Click Here
For more details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key